અમરેલી: જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી અને દુધાળા વચ્ચે વરસાદી માહોલ વચ્ચે એશિયાટિક સિંહનુ મોત થયું હોવાની જાણવા મળ્યું છે. નદી કાંઠેથી સિંહનો કોહવાયેલ હાલતમા મૃતદેહ મળી આવ્યો છે. પાણીમા ડૂબી જવાથી સિંહનુ મોત થયું હોવાનુ વનવિભાગ દ્રારા પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જેની પુષ્ટિ ડી.સી.એફ.નિશા રાજ એ આપી હતી.
વનવિભાગ દ્વારા સિંહનો મૃતદેહ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.