ETV Bharat / state

અમરેલીમાં કોરોનાની એન્ટ્રી સાથે બેઠકોનો દોર શરૂ, કલેકટર દ્વારા અધિકારીઓને અપાઈ કડક સૂચના

કોરોના વાઇરસનો પ્રથમ પોઝિટિવ કેસ આવતાની સાથે જ અમરેલીમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. આ બેઠકમાં કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી.

કલેકટર દ્વારા અધિકારીઓને અપાઈ કડક સૂચના
કલેકટર દ્વારા અધિકારીઓને અપાઈ કડક સૂચના
author img

By

Published : May 13, 2020, 7:39 PM IST

અમરેલી : આજે બુધવારે કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસવડા નિર્લિપ્ત રાય અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારની ઉપસ્થિતિમાં જિલ્લાના તમામ તાલુકાઓના મામલતદાર, ચીફ ઓફિસર, આરોગ્ય વિભાગના કર્મીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્નારા એક બેઠક યોજવામાં આવી હતી.

કલેકટર દ્વારા અધિકારીઓને અપાઈ કડક સૂચના

આ કોન્ફરન્સમાં કલેકટર દ્વારા તાજેતરમાં નિશ્ચિત કરાયેલી ત્રિસ્તરીય વ્યવસ્થા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતુ કે હોમ કોરેન્ટાઇન કરેલા વ્યક્તિઓ ઉપર ખાસ નજર રાખવામાં આવશે. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા જિલ્લા બહારથી આવેલા લોકો પોતાના ઘરની બહાર ન નીકળે તે ખૂબ જ જરૂરી છે અને તે માટે તેમના પર ખાસ નજર રાખવા સમિતિઓ તેમજ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.

આ તકે કલેકટરે વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, "તાલુકા કક્ષાએ રચવામાં આવેલી સ્ક્વોડમાં તમામ વિભાગના લોકોને સામેલ કરવામાં આવ્યા છે. આ સ્ક્વોડનું કામ હોમ કોરેન્ટાઇનમાં રહેલા વ્યક્તિઓ નિયમોનો ભંગ નથી કરતા તે જોવાનું છે". આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવેલી કમિટી પર દેખરેખ રાખવાનું કામ પણ આ સ્ક્વોડ કરશે. આ સ્ક્વોડને રોજે રોજ ગામ ફાળવવામાં આવશે. જ્યાં જઈ તેેઓએ પુરી તપાસ કરવાની રહેશે.

આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ રચાયેલી કમિટીને બહારથી આવેલાં લોકોની યાદી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, તેની પણ ચકાસણી કરવામાં આવશે. આ બેઠકમાં વહીવટી તંત્ર, આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.