ETV Bharat / state

રાજુલાની જમીનમાં બનશે સોલાર પ્લાન્ટ : રેલવે નહીં આપે નગરપાલિકાને જમીન - Rajula news

અમરેલી જિલ્લામાં ખાતે પડેલી રેલવે વિભાગની જમીનમાં ગાર્ડન નહીં પણ એફસીઆઈનું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું અયોજન હોવાની વાત ચાલી રહી છે.

સોલાર પ્લાન્ટ
સોલાર પ્લાન્ટ
author img

By

Published : Jun 26, 2021, 8:52 PM IST

  • રેલવેની જમીન વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે
  • આ પ્લોટ રાજુલા શહેરના જૂના મીટર ગેજ રેલવે સ્ટેશનની પાસે સ્થિત છે
  • જે પણ વિકાસ થશે તેમાં સ્થાનિક લોકોને રોજગારી મળશે

અમરેલી: જિલ્લામાં ખાતે પડેલી રેલવે વિભાગની જમીન રાજુલા નગરપાલિકાને મળે તે માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કરાયેલા આંદોલન બાદ રેલવે વિભાગે હવે આ જમીન પર ગાર્ડન નહીં પણ એફસીઆઈનું ગોડાઉન અને સોલાર પાર્ક બનાવવાનું આયોજન હોવાની વાત કરી છે.

રાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશનની વચ્ચે એક જુનો મીટર ગેજ એલાઈનમેન્ટ છે

રેલવેની જમીન વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાશે. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં રાજુલા સિટીના જુના સ્ટેશન પર પ્લોટ આવેલો છે. સુરેન્દ્રનગર - રાજુલા - રાજુલા સિટી - પીપાવાવ સેકશનને વર્ષ 2003માં મીટર ગેજથી બ્રોડગેજમાં રૂપાંતરિત કરાયો હતો. રાજુલા સિટીથી ઓલ્ડ રાજુલા સ્ટેશનની વચ્ચે એક જુનો મીટર ગેજ એલાઈનમેન્ટ છે. આ પ્લોટ રાજુલા શહેરના જૂના મીટર ગેજ રેલ્વે સ્ટેશનની પાસે સ્થિત છે.

આ પ્લોટની માલિકી રેલવે પાસે રહેશે

પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારીએ જાહેર કરેલી એક પ્રેસ રિલીઝ મુજબ, રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્લોટને સુંદર બનાવવા અને તેના પર ગ્રીન પેચ વિકસાવવા પશ્ચિમ રેલવેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરખાસ્ત મુજબ, આ પ્લોટના સુંદરતા અને અહીં ગ્રીન પેચના વિકાસ માટેનો ખર્ચ રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉઠાવવાનો હતો, જ્યારે આ પ્લોટની માલિકી રેલવે પાસે રહેશે.

આંદોલનકારીઓ દ્વારા ફટાકડા ફોડી રેલવે પ્રોજેકટને આવકાર્યો

2020માં હેડક્વાટર દ્વારા દરખાસ્તને આ શરતે મંજૂરી આપવામાં આવી હતી કે, જો ભવિષ્યના વિકાસલક્ષી પ્રોજેક્ટ માટે ઉપરોક્ત જમીનની જરૂર પડશે તો તે નગરપાલિકા પાસેથી પાછી ખેંચી લેવામાં આવશે. તદ્દાનુસર, એક સમજૂતી પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકા અને પશ્ચિમ રેલ્વે દ્વારા સહી થવાની હતી અને તે કાયદેસરની ચકાસણી / પુનરાવર્તન મેળવવા માટે પ્રક્રિયા કરવામાં આવી હતી. આંદોલનકારીઓ દ્વારા ફટાકડા ફોડી રેલવે પ્રોજેકટને આવકાર્યો.

આ બન્ને દરખાસ્તોથી તમામ લોકો અને સમગ્ર ક્ષેત્રને મોટો ફાયદો થશે

ભારત સરકારની ગ્રીન એનર્જી પહેલના ભાગરૂપે અનાજ સંગ્રહ કરવા માટે એફસીઆઈ સિલો, ગોડાઉન સ્થાપવા અને સૌર પ્લાન્ટ્સ લગાવવી વાત કરી છે. આ બન્ને દરખાસ્તોથી તમામ લોકો અને સમગ્ર ક્ષેત્રને મોટો ફાયદો થશે.

જમીનને સુંદર બનાવવા અને ગ્રીન પેચના વિકાસની મંજૂરી રેલવે દ્વારા વ્યાપક જાહેર હિતમાં પાછી લેવામાં આવી હતી

આ સમયગાળા દરમિયાન ઉપરોક્ત વિકાસને ધ્યાનમાં રાખીને, સમગ્ર મામલાની નવી સમીક્ષા કરવામાં આવી હતી અને નવેમ્બર, 2020 પહેલા આપવામાં આવેલા રાજુલા સિટી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જમીનને સુંદર બનાવવા અને ગ્રીન પેચના વિકાસની મંજૂરી રેલવે દ્વારા વ્યાપક જાહેર હિતમાં પાછી લેવામાં આવી હતી.

જમીન રાજુલા નગરપાલિકાને સોંપવાની પરવાનગી પરત ખેંચવાનો નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે

ઉલ્લેખનીય છે કે, અહીં ગ્રીન બ્યુટિફિકેશન અને વિકાસ બાદ ઉપરોક્ત હેતુ માટે રાજુલા નગર પાલિકા પાસેથી ઉક્ત જમીન પરત લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તો તેના પર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કોઈપણ ખર્ચ વ્યર્થ અને નિરર્થક થાય છે. આમ, જમીન રાજુલા નગર પાલિકાને સોંપવાની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય સમયસર લેવામાં આવ્યો છે અને પરિણામે સરકારી તિજોરીમાંથી થયેલા ખર્ચનો બચાવ થયો છે, જે અન્યથા આ જમીન પર નગરપાલિકાએ ઉઠાવ્યો હોત. જે પણ વિકાસ થશે તેમાં સ્થાનિક લોકોને રોજગારી મળશે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.