અમરેલી: મોરારીબાપુ બાપુ પર થયેલા હુમલાના પ્રયાસના ત્રીજા દિવસે પણ અમરેલી જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.
કથાકાર મોરારીબાપુ ઉપર દ્વારકામાં થયેલા હુમલાના પ્રયાસના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મોરારીબાપુ પર થયેલા હુમલાના વિરોધમાં રાજુલા સાધુ સમાજ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
તો બીજી તરફ ધારીમાં પણ સાધુ સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપી પબુભા માણેક સામે કડક કાર્યવાહી થાય તેવી સમસ્ત સાધુ સમાજે માંગ ઉઠાવી હતી.