અમરેલી જિલ્લાના બગસરા નગરપાલિકાની પેટા ચૂંટણીનું મતદાન યોજાયું છે. નગરપાલિકાની પક્ષાતર ધારા તળે સસ્પેન્ડ થયેલા 5 સદસ્યો અને 1 ચાલુ પાલિકા પ્રમુખના અવસાન બાદ ખાલી પડેલી 6 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1 બેઠક પર કોંગ્રેસનુ ફોર્મ પરત ખેંચાતા ભાજપની બિનહરીફ 1 બેઠક ચૂંટાઈ આવી હતી અને હાલ 5 બેઠકો માટે મતદાન ચાલુ થયું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત તળે થઈ રહેલા મતદાનમાં મહિલાઓ મતદાન ધીમી ગતિએ કરી રહી છે અને કોંગ્રેસના નેતા જીતનો આશાવાદ જોઈ રહ્યા છે.
પાલિકાની પેટા ચૂંટણીના મતદાનમાં કોંગ્રેસ જીતનો આશાવાદ રાખે છે. તો બીજી તરફ ફોર્મ ભર્યા બાદ જ કોંગ્રેસે ફોર્મ પરત ખેંચીને 1 બેઠક ભાજપને ધરી દીધી હતી. ત્યારે લોકસભામાં કોંગ્રેસની કારમી પછડાટ બાદ પાલિકમાં પણ નેતા વિપક્ષ ધાનાણીના ગઢમાં ગાબડું પાડીને પાંચેય બેઠકો કબજે કરવાનો ભાજપના નેતાએ દાવો કર્યો છે.