વડિયા કૃષ્ણપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ વેચાતો હોવાની પોલીસને માહિતી મળી હતી. આ અંગે વડિયા પોલીસ છેલ્લા ઘણા સમયથી બુટલેગરો પર બાજ નજર રાખી રહ્યા હતા. ત્યારે મોડી રાત્રે વડિયા પોલીસને પુરી બાતમીના આધારે ઈશાક ઉર્ફે (ગની), હનીફ જેઠવા(ઘાચી),સંજય ઉર્ફે (ઘુસ્તો) બુટલેગરોએ વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો જથ્થો રાખતા હતા. જેની માહીતી પોલીસને મળતા વડિયા પોલીસે તાત્કાલિક સંજય ઉર્ફે (ઘુસ્તો) પટેલની વાડીએ દરોડા પાડ્યા હતા.પોતાના ગોડાઉનમાં વિદેશી દારૂની 86 બોટલ સાથે બંને બુટલેગરને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
આ અંગે વડિયા PSI એ.બી.રાણા,ટાઉન જમાદાર અભેસિંહ મોરી,અશોકસિંહ,રામજીભાઇ સહિતના સ્ટાફે ઝડપી પાડ્યા હતા. જે બાદ આ તમામ આરોપીઓ પર કાયદેસર ગુન્હો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી હતી. અલગ અલગ વિદેશી દારૂની 86 બોટલની કિંમત રૂપિયા 25800 સાથે ગુન્હો દાખલ કર્યો હતો.