અમરેલીલ : અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની, નર્મદા સિમેન્ટ, સીંટેક્ષ કંપની, સ્વાન એનર્જી સહિતની કંપનીઓ લોકડાઉન જાહેર કરાઇ હતી. જેના પગલે પીપાવાવ પોર્ટ બંધ નહિ થતા લોકોમાં નારાજગી સામે આવી હતી.
પીપાવાવ પોર્ટમાં લોકડાઉન જાહેર કરવા લેખિત રજૂઆત કરાઇ હતી. પીપાવાવ મઝદૂર સંઘ અને જિલ્લા મઝદૂર સંઘ દ્વારા કલેક્ટર અને પીપાવાવ મરીન પોલીસને લેખીત ફરિયાદ આપી હતી કે, પીપાવાવ પોર્ટમાં દેશ વિદેશના પરપ્રાંતિય લોકો વ્યાપક વસવાટ કરે છે. તો તેની તપાસ કરવા પત્રમાં રજૂઆત કરાઈ હતી.