અમરેલી ખાતે વિપક્ષનેતા પરેશ ધાનાણીને કોંગ્રેસે લોકસભાના ઉમેદવાર બનાવીને ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે, ત્યારે બુધવારે OBC વોટબેંક પર ગાબડું પાડવા કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળીયાને ભાજપે મેદાનમાં ઉતાર્યા હતા કુંવરજી બાવળીયાની જીભ લપસતા તેમણે કહ્યું હતું કે, પરેશ ધાનાણી સાંજે સાત પછી કંઈ હાલતમાં હોય છે, તે વાત અમેરેલીના લોકો પણ જાણે છે, કોંગ્રેસના નેતાઓ પણ જાણે છે. સાંજ પછી પરેશ ધાનાણી સભાન અવસ્થામાં નથી હોતા.
OBC સમાજના સંમેલનમાં કુંવરજી બાવળીયા, હીરા સોલંકી, દિલીપ સંઘાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.