ETV Bharat / state

અમરેલીમાં ખાડારાજ: પાલિકાના વિરોધપક્ષના નેતા દ્વારા અનોખો વિરોધ

અમરેલી શહેરમાં રસ્તાઓની બીસ્માર હાલતને જોતાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવાનો નવતર અભિગમ સામે આવ્યો છે. ખરાબ રસ્તા પર વૃક્ષારોપણ કરી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. આ નવતર પ્રયોગ સંદિપ ધાનાણી દ્વારા કરવામાં આવ્યો છે. સંદિપ ધાનાણી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ છે.

કોંગ્રેસનો નવતર પ્રયોગ
કોંગ્રેસનો નવતર પ્રયોગ
author img

By

Published : Aug 17, 2020, 5:07 PM IST

અમરેલીઃ ગુજરાતમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત દયનીય છે. જેના કારણે લોકોને પારાવાર પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. જે કારણે ગુજરાતમાં અલગ અલગ રીતે વિરોધ કરી તંત્રને જગાડવા માટે વિવિધ રસ્તા અપનાવવામાં આવી રહ્યા છે. અમરેલીમાં પણ રસ્તાની હાલત દયનીય છે.

Amreli
અમરેલી

અમરેલીમાં ખાડારાજ સામે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અમરેલીના ચક્કરગઢ રોડ પર કોંગ્રેસે નવતર વિરોધ દર્શાવ્યો હતો. ખરાબ રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડાઓમાં વૃક્ષારોપણ કરી આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

Congress
અમરેલી જિલ્લામાં કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન

તંત્રને જગાડવા માટે કોંગ્રેસે આ નવતર પ્રયોગ અજમાવ્યો હતો. અમરેલી નગરપાલિકાના વિરોધપક્ષના નેતા સંદીપ ધાનાણી દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો હતો. સંદીપ ધનાણી વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નાના ભાઈ છે.

Congress
અમરેલીમાં કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.