- 94 ધારી વિધાનસભા બેઠક પર ભાજપના જે વી કાકડિયાનો વિજય
- કુલ 16,596 મતે ભવ્ય વિજય, ભાજપ અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં રહ્યાં હાજર
- જે.વી કાકડિયાને કુલ 49,974 મત મળ્યાં
અમરેલી: પ્રતિષ્ઠાની બની ગયેલી વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામનો પટારો ખૂલી ગયો છે. અમરેલી ધારી બેઠક પર ભાજપમાં જોડાઈ ગયેલાં પૂર્વ કોંગ્રેસી જે.વી કાકડિયાની જીત થઈ છે. તેમને કુલ 49,974 મત મળ્યાં હતાં તો કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયાને 32,765 મત મળ્યાં હતાં.
- નેતાગીરીના લીધે જ કોંગ્રેસને ફટકો પડે છે
- વિજય મેળવ્યા બાદ તેમના ધર્મપત્ની કોકિલાબેન કાકડિયાએ જણાવ્યું હતું કે, "લોકો જાણે છે, જે.વી હાલ સરકારમાં છે તેથી સરકારના પ્રતિનિધિ કેવાય, લોકોને અમારા પર વિશ્વાસ છે અમે કામ કરીશું, નેતાગીરીના લીધે જ કોંગ્રેસને ફટકો પડે છે, મંત્રી પદની લાલસા નથી અમે ખેડૂતોના કામ કરીશું ગામડે ગામડે ચેકડેમ બાંધીશું."
- વિકાસની રણનીતિ હું શીખ્યો છું
જીત મેળવ્યા બાદ જેવી કાકડિયા જણાવ્યું હતું કે, "હું મારા મતદારોનો આભારી છું જે નેતાઓએ મને જે જીતાડ્યો છે તે નેતાઓનો આભારી છુંં અને મીડિયાનો આભારી છું. લોકોએ મને જનાદેશ આપ્યો છે હું લોકોના કામ કરતો હતો અને કરતો રહીશ, મારું ગામડું જે કંઈ છે એ કરવા માટે હું બંધાયેલો છું. હું ગામડાના કામ કરીશ, વિકાસની રણનીતિ હું જીત્યો છું. વિકાસ સિવાય બીજું કંઈ છે નહીં.