ETV Bharat / state

મોટા બારમણ ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવતીને ભગાડી જનાર યુવકના પિતાની લાકડીના ઘા મારી હત્યા - murder in amreli

અમરેલીના ખાંભા તાલુકાના માેટા બારમણ ગામના એક પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતીના કાકા સહિતના અન્ય 2 શખ્સો દ્વારા યુવકના પિતાની હત્યા થઈ છે. બરમણ યુવાન ગામની જ યુવતીને ભગાડી ગયા પછી યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ લાકડીના ઘા મારી યુવકના પિતાની હત્યા કરી હતી. આ અંગે ખાંભા પાેલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

3 શખ્સો દ્વારા યુવકના પિતાની હત્યા
3 શખ્સો દ્વારા યુવકના પિતાની હત્યા
author img

By

Published : Jun 17, 2021, 1:44 PM IST

  • બારમણ ગામના એક પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો
  • યુવતીના કાકા સહિતના અન્ય 2 શખ્સો દ્વારા યુવકના પિતાની હત્યા
  • ગામની સીમમાંથી દ્વારા યુવકના પિતાનો મૃતદેહ મળી આવ્યો

અમરેલી : હત્યાની ખાંભા તાલુકાના ઘટના માેટા બારમણ ગામે બની હતી. જ્યા ગીગાભાઇ નાનજીભાઇ બારૈયા નામના આધેડની તેમના જ ગામના દિનેશ ભગવાન વાળા, ભરત મંગા ચાૈહાણ અને ભીખુ સોમાત મકવાણા નામના શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. ગીગાભાઇનો પુત્ર રવજી ગત તારીખ 28/5/2021ના રોજ સંજય ભગવાન વાળાની પુત્રી સેજલને ભગાડી ગયો હતો.

આ પણ વાંચો : ગુમ યુવકનો મળ્યો મૃતદેહ, પ્રેમ પ્રકરણમાં હત્યા થઇ હોવાનો પરિજનોનો આક્ષેપ

વાડીથી દૂર લાેહીલુહાણ હાલતમાં મૃતદેહ પડ્યો

સેજલની માતા મનીષાબેને જે તે સમયે ખાંભા પાેલીસ મથકમાં રવજી વિરૂદ્ધ અપહરણની ફરિયાદ પણ કરી હતી. આ દરમિયાન ગત તારીખ 3/6/2021ના રોજ ગીગાભાઇનો ગામની સીમમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તેઓે ગામના એક ભાઈની વાડીમાં રહીને મજૂરીકામ કરતા હતા. વાડીથી થાેડે દૂર લાેહીલુહાણ હાલતમાં તેમનો મૃતદેહ પડ્યો હતો. તેમના હાથ-પગ ભાંગી ગયા હતા અને મોઢામાંથી લાેહી વેહતું હતું.

આ પણ વાંચો : જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં જોબ કરતી નર્સનું પ્રેમ પ્રકરણમાં મર્ડર?

પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી

તારીખ 3ના રાેજ પાેલીસે આ અંગે અકસ્માતે મોતની નાેંધ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ગીગાભાઇની હત્યા થયાનું ખુલતા તેમના ભાઇ લાખાભાઇ નાનજીભાઇ બારૈયાની ફરિયાદ પરથી ત્રણેય સામે ગુનાે નોંધ્યો છે. દિનેશ ભગવાનવાળા નાસી જનાર યુવતી સેજલના કાકા છે. જયારે ભીખુ મકવાણા રાજુલાના કાતર ગામે રહે છે. યુવતીના કાકા સહિત ત્રણ શખ્સોએ આે ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.