અમરેલી: સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ત્રણ દિવસ પહેલા હડાળા રેન્જમાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. તો બે દિવસ પહેલા તુલસીશ્યામ રેંજની સરસીયા રેવન્યુ વિસ્તારમાં સિંહણનું મોત થયું હતું.
આ ઉપરાંત ગુરુવારે ધારી ગીર પૂર્વની દલખાણીયા રેન્જમાં વધુ એક સિંહણનુ મોત નિપજ્યું છે. આ સાથે જ ચાર દિવસમાં 3 સિંહના મોતથી વનવિભાગ ચિંતામાં મૂકાયું છે. ધારીના ગોવિંદપુરના રેવન્યુ વિસ્તારના આંબાના બગીચામાંથી સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ સિંહણ 3થી 5 વર્ષની હોવાનું વનવિભાગનુ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતાં વનવિભાગ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. પરંતુ સિંહણના મોતનુ કારણ હજુ અંકબંધ છે.