અમરેલી: જિલ્લાના કોસ્ટલ વિસ્તારમાં તીડનુ ઝૂંડ પહોચ્યુ હતું, ત્યારે જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ, કંથારીયા સહિત ગામો સુધી તીડ પોહચ્યા હતા. જેને કારણે અમરેલીના દરિયા કાંઠે તીડનુ આક્રમણ વધ્યું છે. તીડનું ઝૂંડ દેખાયાની સાથે ખેડૂતોએ ખેતીવાડી વિભાગની ટીમને જાણ કરી હતી. કોરોના વચ્ચે તીડના આક્રમણથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-05-tidattack-gj10032_22052020205609_2205f_1590161169_671.jpeg)