ગાંધીનગર: લોકસભાની ચૂંટણીઓ પહેલાં તમામ નેતાઓ પોત-પોતાના વિસ્તારમાં આવીને પ્રચાર પ્રસાર કરવામાં લાગી ગયાં છે. ત્યારે છેલ્લાં ૧૫ દિવસમાં ફરી એક વાર કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવ્યાં છે. નવરાત્રીના છેલ્લા દિવસે ગાંધીનગરમાં અને અમદાવાદમાં આયોજીત કેટલાંક ગરબા મહોત્સવમાં તેઓ હાજરી આપશે.
15 દિવસમાં બીજી વખત ગુજરાત મુલાકાત: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એક વાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. છેલ્લાં 15 દિવસમાં તેઓ બીજી વખત અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ગુજરાત ભાજપ અને અમિત શાહના કાર્યાલય તરફ થી જણાવવામાં આવ્યું છે કે, કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજે રાત્રે ૧૦ કલાકે બોડકદેવ-એસજી હાઈવે સ્થિત ગેલેક્સી ટાવરમાં આયોજીત રાસ-ગરબા માં હાજરી આપશે. જ્યારે રાત્રીના ૧૧ કલાકે શેલાના VIP એક્સ્ટેન્શન રોડ પર આયોજીત માંડવી રાસલીલા ગરબાા મહોત્સવમાં હાજરી આપશે.
અમિત શાહના કાર્યક્રમો: અમિત શાહના કાર્યાલય તરફથી જણાવવામાં આવેલી વિગત મુજબ આજે અમિત શાહ પોતાના મત વિસ્તાર એવા માણસાના અર્બન સ્પોર્ટ્સ પ્રોજેક્ટ અંતર્ગત રમત ગમત વિભાગ તેમજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં સહયોગથી બનનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાત મુહૂર્ત કરશે. ત્યારબાદ બપોરે 1:30 કલાકે ઇફકોના નવનિર્મિત ડીએપી પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. જ્યારે સાણંદ વિધાનસભાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાણંદ જીઆઇડીસીમાં બપોરે 4:30 કલાકે આવશે.