અમરેલી અમરેલી જિલ્લાનાના રાજુલા નજીક કોવાયા ગામ પાસે આવેલ અલ્ટ્રા ટેક સિમેન્ટ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ વિનોદ ત્રિપાઠીએ આત્મહત્યા કરી લીધી છે. તેમણે આજે કંપનીના ગેસ્ટ હાઉસમાં ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પીપાવાવ મરીન પોલીસે સમગ્ર મામલામાં મૃતદેહનો કબજો કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો Death by Suicide : ચાંદખેડાની હોસ્પિટલમાં નર્સની આત્મહત્યા, સંજોગ જોઇ પરિવારનો મોટો આક્ષેપ
હાઇ પ્રોફાઇલ આત્મહત્યા કેસ બન્યો અમરેલી જિલ્લાના રાજુલા નજીક કોવાયા ગામ પાસે આવેલ અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામ કરતા વિનોદ ત્રિપાઠીએ અગમ્ય કારણોસર કંપનીના ગેસ્ટ હાઉસમાં ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લેતા અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની સિમેન્ટનું ઉત્પાદન કરતી મોટી કંપની છે. જેથી વાઈસ પ્રેસિડન્ટ જેવા હાઇ પ્રોફાઇલ વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલાને લઇને પીપાવાવ મરીન પોલીસ દ્વારા આત્મહત્યાના કેસમાં મૃતક વાઇસ પ્રેસિડન્ટ વિનોદ ત્રિપાઠીના મૃતદેહનો કબજો કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલ પોલીસ સમગ્ર મામલાને લઇને તપાસ કરી રહી છે. આત્મહત્યા પાછળનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. પરંતુ કંપનીના ગેસ્ટ હાઉસમાં વાઇસ પ્રેસિડેન્ટ વિનોદ ત્રિપાઠીનો ગળે ફાંસી લગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. જેને લઇને પોલીસે ઘટનાસ્થળ પરથી પુરાવાઓ એકત્ર કરીને સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો Death By Suicide : સુરતમાં વ્યાજખોરોના આતંક સામેની પોલીસ ઝૂંબેશ વચ્ચે યુવાનની આત્મહત્યા
શું બદલી બની કારણ? મૃતક વિનોદ ત્રિપાઠીની બે મહિના પૂર્વે રાજુલા નજીક કોવાયા ગામ પાસે આવેલ અલ્ટ્રા ટ્રેક કંપનીમાં વાઇસ પ્રેસિડન્ટ તરીકે બદલી થઈ હતી. અગાઉ તેઓ સુરતના મગદલ્લા સ્થિત કંપનીના એકમમાં કામ કરી રહ્યા હતા. ત્યારે આજે અચાનક તેમનો ગળેફાંસો લગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર અમરેલી જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. રાજુલાનો કોવાયા વિસ્તાર ઔદ્યોગિક એકમ તરીકે સમગ્ર દેશમાં ખૂબ જ પ્રચલિત છે. ત્યારે રાષ્ટ્રીય ગણાતી અલ્ટ્રા ટ્રેક સિમેન્ટ કંપનીના વાઇસ પ્રેસિડન્ટ શા માટે આત્મહત્યા કરવી પડે અને આત્મહત્યા કરવા પાછળ શું કારણ હશે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે સમગ્ર મામલામાં પ્રથમ દ્રષ્ટિએ દાર્શનિક પુરાવાઓ પ્રાપ્ત થયા નથી પરંતુ પોલીસ સમગ્ર મામલામાં તલસ્પર્શી તપાસ કરી રહી છે. આગામી દિવસોમાં આત્મહત્યા પાછળ કોઈ અન્ય વ્યક્તિ કે કારણ જવાબદાર હશે તો તેનો ખુલાસો પોલીસ તપાસમાં થશે. પરંતુ સિનિયર વાઇસ પ્રેસિડન્ટએ આત્મહત્યા કરી લેતા સમગ્ર મામલો ટોક ઑફ ધ ટાઉન પણ બની ગયો છે.
પીપાવાવ મરીન પોલીસે શરુ કરી તપાસ હાલ આ હાઇ પ્રોફાઇલ આત્મહત્યા કેસમાં આત્મહત્યા કરવાના કારણ સહિતની તપાસ પીપાવાવ મરીન પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આત્મહત્યા કરનાર વ્યક્તિને કોઈ વ્યક્તિ દ્વારા રંજાડવામાં આવતા હતા કે આત્મહત્યા પાછળનું અન્ય કારણ છે તેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલામાં કંઈ પણ કહેવા માટે વહેલું હોવાનું જણાવી રહી છે. પરંતુ જે રીતે તપાસ આગળ વધશે અને તેમાં કોઈ અન્ય વિગતો પ્રાપ્ત થશે તો સમગ્ર મામલામાં કોઈ નવો પ્રકાશ પાડી શકાશે. પરંતુ હાલ તો વાઇસ પ્રેસિડન્ટ વિનોદ ત્રિપાઠી આત્મહત્યા કરી છે તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.