ETV Bharat / state

અમરેલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, હવેલી ચોકથી રામજી મંદિર ભવ્ય શોભાયાત્રાનું આયોજન - Birth anniversary of Lord Shriram

અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન (Celebration of Ram Navami) કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું.

અમરેલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, હવેલી ચોકથી રામજી મંદિર ભવ્ય શોભાયાત્રાનું આયોજન

author img

By

Published : Apr 10, 2022, 5:29 PM IST

અમરેલી: દરેક રોડ રસ્તા ગાડીઓ અને દુકાનો પર કેસરી ધજા-પતાકા લહેરાતા જોવા મળ્યા હતા. સાથે શોભાયાત્રામાં (Celebration of Ram Navami ) હાથી-ઘોડા અને અનેક ગાડીઓ સુશોભિત કરવામાં આવી હતી. શોભાયાત્રામાં મહાન સંતો મહંતોની પણ મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી.

અમરેલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, હવેલી ચોકથી રામજી મંદિર ભવ્ય શોભાયાત્રાનું આયોજન
અમરેલીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, હવેલી ચોકથી રામજી મંદિર ભવ્ય શોભાયાત્રાનું આયોજન

પાણીના કુંડાનું વિતરણ: વિવિધ સંસ્થાઓ દ્વારા શોભા યાત્રા (Amreli ram navami celebration) રૂટ પર છાશ, પાણી, શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાયન્સ ક્લબ અમરેલી દ્વારા શોભાયાત્રાની સાથે મુંગા પક્ષીઓ માટે વિનામૂલ્યે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ સાથે શોભાયાત્રા રામનામથી ગુંજી ઉઠી હતી. જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિરે આરતી કરી કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, સાંસદ નારણભાઇ કાછડીયા તથા અન્ય મહાનુભાવો-નગરજનોએ ઉત્સાહભેર લાભ લીધો હતો.

આ પણ વાંચો: ગુજરાતનું ગૌરવ: UPSCના ચેરમેન પદે પ્રથમવાર એક ગુજરાતીની વરણી, જાણો કોણ છે ડૉ. મનોજ સોની

સંતો મહંતો નગરજનો ઉપસ્થિત: સાવરકુંડલામાં રામલલાની શોભાયાત્રા (savarkundla ram navami celebration) બપોરે 3:00 જેસર રોડ પર આવેલા સનાતન આશ્રમથી નીકળી સાથે સંતો મહંતો નગરજનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા. બાબરામાં રામજી મંદિર ખાતે સવારે 08:00 રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળી સાથે બગસરા અને ધારીમાં પણ ખૂબ બહોળી સંખ્યામાં નગરજનોની શોભાયાત્રામાં હાજરી જોવા મળી.

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ 10 હિન્દી પેપર વાયરલના મુળિયા દાહોદ પહોંચ્યા

બે વર્ષથી કોરોનાની મહામારી: ભગવાન શ્રીરામના જન્મોત્સવ (Birth anniversary of Lord Shriram)ને ઉજવવા સૌ કોઈ આતુર બની ગયા હતા, કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારીના કારણે યાત્રા નીકળી ન હતી. આ વર્ષે યાત્રાને ભવ્યથી ભવ્યતા બનાવવા માટે નગરજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. શોભાયાત્રા સવારે સરકાર વાળા રામજી મંદિર અમરેલી ખાતે પ્રસ્થાન કરી નાગનાથ મંદિર મોટા બસ સ્ટેન્ડ, નાના બસ સ્ટેન્ડ, હવેલી ચોકથી રામજી મંદિર પરત ફરી અને ત્યારબાદ શ્રીરામની મહાઆરતી કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.