અમરેલી જિલ્લાની 10 સહકારી બેંકોની સાધારણ સભા આજે લીલીયા ખાતે યોજાઇ હતી. જેમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર, કેન્દ્રીય પ્રધાન પરસોતમ રૂપાલા, કેબિનેટ પ્રધાન આર.સી.ફળદુ, જિલ્લા પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા, અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપઈ સંઘાણી ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, કૉઓપરેટિવ ક્ષેત્રમાં આગળ વધવાની ક્ષમતા જિલ્લાની સહકારી બેંકોમાં જોવા મળી છે. આમરેલીમાં આવીને હુ ખુબ જ ખુશ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 વર્ષમાં ખેડૂતોની આવક બે ગણી કરવાનો જે નિર્ધાર કયો છે તેને અમારો પૂરતો સહયોગ મળશે.