ETV Bharat / state

ગુજરાત વધુ એક સિદ્ધિ તરફ, પ્રથમ વખત રાજ્યમાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું થશે ઉત્પાદન - અમરેલીમાં નાના એરક્રાફ્ટ

ગુજરાતમાં વધુ એક વખત સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યું છે. રાજ્યના ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ( Aviation Minister Bhupendrasinh Chudasama )એ જાહેરાત કરી હતી કે, દેશમાં પ્રથમ વખત અમરેલીમાં નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ માટે સરકાર દ્વારા ખાનગી કંપની સાથે MOU પણ કર્યા છે. કંપની 500 કરોડ રૂપિયાનું રોકાણ કરીને પ્રોડક્શન શરૂ કરશે. આ તબક્કે અમરેલી અને આસપાસના જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનો વિકલ્પ લોકોને મળશે.

રાજ્યમાં એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું થશે ઉત્પાદન

author img

By

Published : Jul 31, 2021, 8:37 PM IST

  • ગુજરાતમાં હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું થશે ઉત્પાદન
  • ગુજરાત સરકાર અને ખાનગી કંપની દ્વારા કરાયા MOU
  • અમરેલી સહિતના આસપાસના જિલ્લાઓમાં મળશે રોજગારીની તક

ગાંધીનગર : ગુજરાતમાં ગેસ ઉત્પાદન, કોલસાનું ઉત્પાદન, ખનિજનું ઉત્પાદન થઈ રહ્યું છે, ત્યારે હવે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ ગુજરાતમાં થશે. આ બાબતે રાજ્યના ઉડ્ડયન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા( Aviation Minister Bhupendrasinh Chudasama )એ ચિલ્ડ્રન યુનિવર્સિટીના કાર્યક્રમમાં પત્રકાર પરિષદને સંબોધતા જાહેરાત કરી હતી કે, ગુજરાત સરકારના ઉડ્ડયન વિભાગ અને ખાનગી કંપની વચ્ચે એક ખાસ MOU કરવામાં આવ્યા છે, જેને લઈને આવનારા સમયમાં ગુજરાતમાં જ હેલિકોપ્ટર અને નાના એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: રાજુલાની જમીનમાં બનશે સોલાર પ્લાન્ટ : રેલવે નહીં આપે નગરપાલિકાને જમીન

અમરેલી જિલ્લામાં થશે ઉત્પાદન

રાજ્ય સરકારના ઉડ્ડયન વિભાગ અને એક ખાનગી કંપની વચ્ચે થયેલા MOU પ્રમાણે અમરેલી જિલ્લામાં હેલિકોપ્ટર અને નાના એરક્રાફ્ટ વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે, નાના એરક્રાફ્ટમાં ટુ સીટર, થ્રી સીટર અને એર એમ્બ્યુલન્સનું પણ ઉત્પાદન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ફક્ત વિમાનોના સ્પેરપાર્ટ જ તૈયાર કરવામાં આવતા હતા, પરંતુ હવે પ્રથમ વખત ગુજરાતમાં જ સંપૂર્ણ રીતે નાના એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવામાં આવશે.

500 કરોડ રૂપિયાનું રોકાણ

ખાનગી ઉડ્ડયન કંપની દ્વારા ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના અમરેલી જિલ્લામાં હેલિકોપ્ટર અને નાના એરક્રાફ્ટ તૈયાર કરવાનો પ્રોજેક્ટર ટૂંક સમયમાં અમલી કરવામાં આવશે, જ્યારે આ કંપની ગુજરાતમાં કુલ 500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જેમાં તબક્કાવાર રોકાણ કરવામાં આવશે. કંપની પ્રથમ તબક્કે ૧૫૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને પ્રોડક્શન શરૂ કરશે.

આ પણ વાંચો: જૂના રાજુલા સિટીમાં આવેલી રેલવેની જમીનનો ઉપયોગ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સમાં કરાશે

રોજગારીમાં થશે વધારો

અમરેલી જિલ્લો ફક્ત ખેતી આધારિત જિલ્લો છે, જ્યારે અન્ય એવી મોટી કોઈ કંપની અથવા તો મોટું કોઈ પ્રોડક્શન હાઉસ જિલ્લામાં નથી, ત્યારે ઉડ્ડયન ખાનગી કંપની અમરેલીમાં હેલિકોપ્ટર અને નાના એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે, ત્યારે અમરેલી અને આસપાસના જિલ્લા તથા ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીનો વિકલ્પ લોકોને મળશે. આ કંપનીના કારણે 200થી વધુ લોકોને સીધી રોજગારી ઉપલબ્ધ થશે, જ્યારે 1500થી વધુ લોકોને અપ્રત્યક્ષ રોજગારીનો તક મળશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.