અમરેલી: જિલ્લા પંચાયત અમરેલીનું જૂનું મકાન વર્ષ 1960 માં જિલ્લા લોકલ બોર્ડના સમયનું હોવાથી ફરી બનાવવું અત્યંત જરૂરી હતું. જેથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી રૂપિયા 1897.00 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયત ભવનના નિર્માણનું કામ 30 એપ્રિલ 2019ના રોજ પૂર્ણ કરવામાં આવ્યુ હતું. નવા મકાન બનાવવા માટે રૂપિયા 1902.00 લાખનો ખર્ચ થયો હતો.
નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ - Chief Minister Vijay Rupani
અમરેલીમાં રૂપિયા 19 કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરાયું હતું. પંચાયતના રાજ્યપ્રધાન જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરની પ્રેરક ઉપસ્થિતિમાં આજે અમરેલી જિલ્લા પંચાયતનું ઈ-લોકાર્પણ સંપન્ન થયું હતું.
નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે ઇ-લોકાર્પણ