ETV Bharat / state

રાજુલામાં રેલ રોકો આંદોલન કરતા કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત

author img

By

Published : Jun 18, 2021, 7:24 AM IST

અમરેલીના રાજુલામાં રેલવેની જમીન બાબતે ધારાસભ્ય અંબરીશ ડેર છેલ્લા 10 દિવસથી રેલવે સ્ટેશન પર ધરણા કરી રહ્યા છે. આ દરમિયાન ઘણી વાર રેલવે અધિકારી સાથે વાત પણ થઈ હતી પણ કોઈ નિર્ણય ન આવતા તેઓ ગુરુવારે રેલ રોકો આંદોલન કરવાના હતા પણ તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી.

xxx
રાજુલામાં રેલ રોકો આંદોલન કરતા કોંગ્રેસના ધારાસભ્યની અટકાયત

  • ગુરુવારે કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેરની અટકાયત
  • રેલવે સ્ટેશન પર કરવા જઈ રહ્યા હતા ધરણા
  • 10 દિવસથી ઉપવાસ પર

અમરેલી : જિલ્લાના રાજુલામાં રેલવેની જમીન મામલે છેલ્લા 10 દિવસથી ચાલી રહેલા આંદોલન બાબતે આજે (ગુરુવારે) રેલવેની જમીન નગરપાલિકાને આપવાની માગ સાથે ધારાસભ્ય અંબરીશ ડેર અને તેના સમર્થકો આંદોલન ચલાવી રહ્યા હતા. ધારાસભ્ય અંબરીશ ડેરના ઉપવાસનો આજે (ગુરુવારે) દસમો દિવસ છે. રેલવેના અધિકારીઓ અંબરીશ ડેર સાથે વાતચીત કરવા માટે ઉપવાસની છાવણી બર્બટાના પહોંચ્યા હતા પરંતુ, વાતચીત અનિર્ણાયક રહી હતી. વાતચીત બાદ અંબરીશ ડેર અને તેના સમર્થકો દ્વારા પહેલાથી જ અપાયેલા અલ્ટીમેટમ મુજબ આજે (ગુરુવારે) બર્બટાણા રેલવે સ્ટેશન પર ટ્રેન રોકી આંદોલન કરે તે પહેલા જ અંબરીશ ડેરની ટીંગાટોળી કરી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

ગાંધીનો માર્ગ

કોંગ્રેસના 10 દિવસથી ધારાસભ્ય અમરીશ ડેરે અન્નનો દાણો ખાધો નથી. ઉપવાસ દરમિયાન તેઓએ રેલવેના અધિકારીઓ સાથે પણ ચર્ચા પણ કરી હતી. રેલવેના અધિકારી ઓ હા કે ના પણ બોલતા ડરી રહ્યાં છે. ગાંધીચીધ્યા માર્ગે આંદોલન માર્ગે ના છૂટકે તેઓ આગળ વધ્યા હતા.

આ પણ વાંચો : પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસનું આંદોલન, નૌશાદ સોલંકી સહિતના કાર્યકર્તાઓની અટકાયત

રેલવે સ્ટેશન જાણે પોલીસ છાવણીમાં ફેરવાયું

અંબરીશ ડેર દ્વારા ગઈકાલે( બુધવારે) જ એક વીડિયોના માધ્યમથી અલ્ટીમેટમ અપાયું હતું કે, જો આજે( ગુરુવાર) બપોર સુધીમાં રેલવે દ્વારા કોઈ જવાબ આપવામા નહીં આવે તો રેલવે ટ્રેક પર બેસી આંદોલન કરાશે. ડેરની ચીમકીના પગલે રેલવેના અધિકારીઓ વાતચીત માટે પહોંચ્યા હતા. સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફ્લો પણ રેલવે સ્ટેશન પર ખડકી દેવાયો હતો. રેલવે સ્ટેશન પર પોલીસ જ પોલીસ જોવા મળી હતી.ધારાસભ્ય અને તેના સમર્થકો ટ્રેન રોકી આંદોલન કરે તે પહેલા જ અંબરીશ ડેરની પોલીસ દ્વારા ત્યાં થી અટકાયત કરી લેવાઈ હતી.

આ પણ વાંચો : Congress Protest: પેટ્રોલ-ડીઝલના અધધધ ભાવ વધારા સામે કોંગ્રેસે નોંધાવ્યો રાજ્યવ્યાપી વિરોધ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.