અમરેલી: જાફરાબાદ તાલુકામાં વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. સાકરીયા વિસ્તારમાં બાવળની કાટ નીચેથી સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કોલર આઈ.ડી.વાળો સિંહ હોય તેવુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
![etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12:25:49:1595487349_gj-amr-01-liondeath-gj10032_23072020121707_2307f_1595486827_12.jpeg)
એક જ અઠવાડિયામા એક જ વિસ્તારમાંથી બીજા સિંહનુ મોત થતા વનવિભાગ દોડતુ થયુ હતુ. બીમારીના કારણે સિંહનુ મોત થયું હોય તેવી આશંકા સેવાઈ રહી છે.વન વિભાગ દ્વારા સિંહનુ મોત કયા કારણો સર થયુ છે જાણવા અંગે તજવીજ હાથ ધરવામાં આવી છે.