ETV Bharat / state

Amreli Lion Viral Video : રામપરા ગામમાં એકસાથે 8 સિંહોની લટાર, જુઓ વીડિયો - ગ્રામજનોમાં ભયનો માહોલ

ગુજરાતમાં સિહોની લટારનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમરેલી જિલ્લામાં દિવસે ને દિવસે સિંહનાં ટોળેટોળાં ગામોમાં લટાર મારવા કે શિકારે આવી ચઢે છે. ત્યારે વધુ એક વખત સિંહના ટોળાંની લટારનો વીડિયો રાજુલાના રામપરા ગામેથી સામે આવ્યો છે. જેમાં એકસાથે આઠ જેટલા સિંહ દેખાઈ રહ્યા છે.

https://www.divyabhaskar.co.in/local/gujarat/rajkot/news/widow-acquired-property-in-sons-name-son-dispossessed-mother-tantra-decreed-that-agricultural-land-and-house-would-remain-in-widows-name-130930948.html

author img

By

Published : Feb 16, 2023, 1:43 PM IST

ગુજરાતમાં સિહોની લટારનો વધુ એક વીડિયો સામે આવ્યો

અમરેલી: રાજુલના રામપરા ગામથી સિંહોની લટારનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એકસાથે 8 સિંહો ફરવા નીકળ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગામમાં એકસાથે આટલી સંખ્યામાં સિંહોની અવરજવર હોવાના કારણે ગામના સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આ મામલે વન વિભાગને પણ રજૂઆતો કરવામાં આવી છે.

એક સાથે આઠ સિંહોની લટાર: વધુ એક વખત સિંહનાં ટોળાનો વીડિયો રાજુલાના રામપરા ગામેથી સામે આવ્યો છે, જેમાં એકસાથે આઠ જેટલા સિંહ દેખાઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રહેણાક વિસ્તારોમાં સિંહો દીવાલો ઉપર છલાંગ મારી ભાગદોડ કરતા નજરે પડી રહ્યા છે. સિંહ પરિવારના આંટાફેરા ગ્રામ્ય વિસ્તારમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા હતા. સિંહોનો અહીં આસપાસ વસવાટ હોવાને કારણે તેઓ શિકાર અને પાણીની શોધમાં આવી જતાં હોય છે. જે બાદ વીડિયો વાઈરલ થતાં ગામલોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના સાવજે પોતાની સીમા વધારી, સોરઠમાંથી હવે ગોહિલવાડમાં ધામાં

ગ્રામજનોમાં ભયનો માહોલ: સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે 8 જેટલી સિંહો ગામના રસ્તાઓ પર બિન્દાસ્ત રીતે આંટાફેરા કરી રહ્યા છે. રાજુલા રેન્જમાં સિંહોનો વસવાટ હોવાના કારણે અવારનવાર સિંહો ગામડાઓમાં ઘૂસી આવે છે. જો કે એકસાથે 8 જેટલા સિંહો ગામમાં આંટાફેરા કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો: ગીરના ડાલામથ્થાને લગતો પ્રોજેક્ટ લાયનની જાહેરાત, માલધારી, રોજગારી અને પર્યટનને મળશે વેગ

વન વિભાગને રજૂઆત: રાજુલામાં સિંહો વારંવાર ગામમાં આવી ચઢતા હોય છે. ગત રાત્રિએ અહીં એકસાથે આઠ સિંહ જોવા મળ્યા છે. જે આ મામલે ગામના સરપંચ સહિતના આગેવાનો દ્વારા અનેક વખત વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ના લેવાતા ગ્રામજનોમાં વન વિભાગની કામગીરીને લઈને નારાજગી જોવા મળી રહી છે. અગાઉ ડિસેમ્બર મહિનામાં પણ રામપરા ગામમાં ઘૂસી આવેલા સિંહે પશુનું મારણ કર્યું હતું. જુલાઈ મહિનામાં પણ 3 સિંહે રામપરા ગામમાં પેટ્રોલિંગ કરતાં હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.