ETV Bharat / state

વાવાઝોડાના 19 દિવસ બાદ પણ રાજુલા અને જાફરાબાદ પંથકમાં અંધારપટ - તૌકતે વાવાઝોડા

તૌકતે વાવાઝોડાના કારણે અમરેલી સહિત રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં અસંખ્યા વીજપોલ ધરાશયી થતા અંધારપટ પથરાય ગયો હતો. આથી, સરકાર દ્વારા વીજ પોલ પૂર્વવ્રત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ, આજદિન સુધી ગ્રામ્ય વિસ્તારોમાં વિજળી ન આવવાથી ખેડૂતો ચિંતિત થયા છે.

વાવાઝોડાના 19 દિવસ બાદ પણ રાજુલા અને જાફરાબાદ પંથકમાં અંધારપટ

author img

By

Published : Jun 5, 2021, 3:12 PM IST

  • અમરેલી જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાન
  • જિલ્લાના અનેક તાલુંકાઓમાં અસંખ્યા વીજપોલ ધરાશયી
  • વીજ કંપનીની દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી

અમરેલી: જિલ્લામાં તૌકતે વાવાઝોડાએ પહોંચાડેલા નુકસાનના કારણે રાજુલા, જાફરાબાદ સહિતના વિસ્તારોમાં અસંખ્યા વીજપોલ ધરાશયી થયા હતા. જેના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં અંધારપટ પથરાય ગયો હતો. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી અંધારા દૂર થાય અને લાઈટ આવે તે માટે રાજ્ય સરકારે અન્ય જિલ્લામાંથી પણ વીજ કંપનીની ટીમોને આ વિસ્તારોમાં મોકલી છે. આથી, કામગીરી પુર જોશમાં ચાલી રહી છે. પરંતુ હકીકત એ છે કે, જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે 19 દિવસ બાદ પણ લોકો લાઈટ વગર હેરાન થઈ રહ્યા છે.

આ પણ વાંચો: ભાવનગરમાં વાવાઝોડાના કારણે એક મકાન પર પડેલા પીપળાના ઝાડને કોર્પોરેશને 15 દિવસ બાદ હટાવ્યું

લાઈટના અભાવે માણસો ત્રાહિમામ

અમરેલીના રાજુલા શહેરમાં વીજળી આવી છે. પરંતુ, ડુંગરરોડ સહિતના વિસ્તારોમાં હજી પણ વીજળી મળી નથી. જ્યારે, જાફરાબાદ શહેરમાં 2 દિવસથી રાત્રિના સમયે વીજળી આપવાની શરૂઆત કરવામા આવી છે. જોકે, ગામડાઓમાં વીજળી પહોંચી નથી. આ દરમિયાન, લાઈટના અભાવે માણસો ત્રાહિમામ થઈ ગયા છે.

આ પણ વાંચો: વાવાઝોડામાં નુક્શાનગ્રસ્ત જિલ્લાઓમાં માલધારીઓને સમાજ દ્વારા સહાય અર્પણ

વિજળી ન હોવાને કારણે ખેડૂતોની ચિંતા વધી

એક તરફ ચોમાસુ નજીક આવી રહ્યું છે. તો બીજી તરફ જિલ્લામાં વાવાઝોડાના કારણે વીજપોલ અને વીજતારને ભારે નુકસાન થયુ છે. વીજકંપની હાલ પ્રાથમિકતાના આધારે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે. પરંતુ, ખેતીવાડીમાં ક્યારે વીજળી મળશે તેને લઈ હાલ ખેડૂતો ચિંતિત બન્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.