- દુષ્કર્મના ગુનામાં યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારાઇ
- અમરેલીની અદાલતે સગીરાને 4 લાખનું વળતરનો કર્યો હુકમ
- સગીરાને ભગાડી જઇ યુવકે આચર્યું દુષ્કર્મ
અમરેલીઃ ખેત મજૂરી કરતા પરિવારની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી એક સુરેશ નામના વ્યક્તિ ભગાડી જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. જે ગુનામાં અમરેલીની અદાલતે યુવકને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સગીરાને 4 લાખનું વળતરનો હુકમ પણ કર્યો હતો.
આ પણ વાંચોઃ ધંધુકા પોલીસે 24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનારા નરાધમને ઝડપી પાડ્યો
અદાલતે સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો કર્યો હુકમ
મળતી માહિતી મુજબ, અમરેલીની પોક્સો કોર્ટ (Poxo Court of Amreli)દ્વારા સુરેશભાઈ ઓઘડભાઈ શિંગાળા નામના યુવકને સજા ફટકારવામાં આવી હતી. પબ્લિક પ્રોસિક્યુટર જે. બી. રાજગોરની દલીલ માન્ય રાખી જજ આર. આર. દવેએ આઇપીસી કલમ 363 હેઠળ 5 વર્ષની સખત કેદ અને 2000નો દંડ, કલમ 366 હેઠળ 7 વર્ષની સખત કેદ અને 2000નો દંડ તથા કલમ 376 હેઠળ 10 વર્ષની સખત કેદ અને 4000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. અદાલતે સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃ વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, વધુ 2 આરોપીઓ ઝડપાયા
આરોપીને 10 વર્ષની કેદની સજા
સુરેશભાઈ ઓઘડભાઈ શિંગાળા ગઈ તારીખ 5 એપ્રિલ 2019ના રોજ 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગામમાંથી ભગાડી ગયો હતો અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સગીરાના પિતાએ તેની સામે ફરિયાદ નોંધાવી હતી બાદ સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવ્યા હતા. આરોપીને યોગ્ય સજા મળતા પરિવારમાં કાયદા પ્રત્યે વિશ્વાસ વધ્યો હતો.