અમરેલીઃ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા સહિત તમામ 17 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા. અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘમાં તમામ 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
8 જુલાઈના રોજ સંઘની ચૂંટણીના ફોર્મ ભરાયા હતા. જેમાં દિલીપ સંઘાણી, કેન્દ્રીય પ્રધાન પુરૂષોત્તમ સહિતના 17 ઉમેદવારો બિનહરિફ થયા છે. 30 જુલાઈના રોજ જિલ્લા દુધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજવવાની હતી. દિલીપ સંઘાણીએ માલધારીઓ અને પશુપાલકો માટે કરેલા કામોની જીત ગણાવી.
બિનહરીફ જાહેર થયેલા નામોની યાદી....
1. દિલીપ સંઘાણી
2. પરષોતમભાઈ રૂપાલા
3. અશ્વિનભાઈ સાવલિયા
4. મુકેશભાઇ સંઘાણી
5. ભાવનાબેન ગોંડલિયા
6. રાજેશભાઈ માંગરોળિયા
7. ચંદુભાઈ રામાણી
8. રેખાબેન હરેશભાઈ કાકડિયા
9. ઠાકરશીભાઈ શિયાણી
10. ભાનુબેન બુહા
11. અરુણાબેન માલાણી
12. અરુનભાઇ પટેલ
13. ભાવનાબેન સતાસિયા
14. રામજીભાઇ કાપડિયા
15. જયાબેન રામાણી
16. કંચનબેન ગઢીયા
17. કમલેશભાઈ સંઘાણી
8 જુલાઈ - અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી જાહેર
અમરેલી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી સંઘની ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં દિલીપ સંઘાણી, પુરૂષોત્તમ રૂપાલા સહિતના આગેવાનોએ પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં પુરૂષોત્તમ રૂપાલાની ગેરહાજરીમાં દરખાસ્ત કરનારે રૂપાલાનુ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અમર ડેરી ગૃપના કુલ 17 લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. કોરોના મહામારીના કારણે 4 મહિના ચૂંટણી પાછળ ઠેલાઈ હતી. હવે 14 જૂલાઈ સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે, તો તારીખ 30 જૂલાઈના રોજ મતદાન યોજાશે. જો કે, ચૂંટણી બિનહરીફ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ હતી. જેનો દિલીપ સંઘાણીએ પણ બિનહરીફ થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.