ETV Bharat / state

3 વર્ષથી નાસતા-ફરતા મર્ડરના આરોપીની અમરેલી પોલીસે કરી ધરપકડ

અમરેલીઃ તાલુકા પોલીસ મથકની હદમાં વર્ષ 2011માં આંતરજ્ઞાતિય લગ્ન બાબતે મર્ડર થયું હતું. આ ગુના સંદર્ભે પોલીસ કુલ 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જે પૈકી એક આરોપીએ ત્રણ વર્ષ અગાઉ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી પેરોલ મેળવ્યા હતા. પેરોલ પુરા થયા બાદ કોર્ટમાં હાજર થવાના બદલે તે નાસતો-ફરતો હતો. આ આરોપીની અમરેલી LCB પોલીસે ધરપકડ કરી છે.

રાજકોટ જેલમાંથી પેરોલ પર છુટી ત્રણ વર્ષથી નાસતા-ફરતા મર્ડરના આરોપીની અમરેલી પોલીસ દ્વારા ધરપકડ
author img

By

Published : May 15, 2019, 8:29 PM IST

વર્ષ 2011માં અમરેલીમાં આંતરજ્ઞાતિય લગ્ન બાબતે 8 આરોપીઓએ ભેગા મળી રાજેશભાઈ ઉર્ફે ગટાભાઈ પંડયાની હત્યા કરી હતી. આ મર્ડરના ગુનામાં પોલીસ આરોપીઓને ઝડપી પાડી જેલમાં ધકેલી દીધા હતાં. અમરેલી ગુના રજી નં 143/2011ના ગુનામાં પકડાયેલા આરોપીઓ પૈકી 28 વર્ષિય પૃથ્વીરાજ વનરાજસિંહ સરવૈયાને રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન મળ્યા હતા.

ગુજરાત હાઈકોર્ટના હુકમથી પેરોલ પર છુટેલા આરોપીને 23/2/2016ના દિવસે હાજર થવાનું હતું. પરંતુ આરોપી હાજર થવાના બદલે ફરાર થઈ ગયો હતો. જેની શોધખોળ પોલીસ કરી રહી હતી. દરમિયાન અમરેલીના ગીરીયા રોડ, ખોડિયાર માતાજીના મંદિર પાસેથી અમરેલી LCBની ટીમે તેને પકડી પાડયો હતો.

તા.૧૫/૦૫/૨૦૧૯
ફરાર આરોપી ઝડપાયો
ધવલ આજુગિયા
અમરેલી

રાજકોટ મધ્યસ્‍થ જેલમાંથી વચગાળાના જામીન પરથી છુટી ત્રણ વર્ષથી ફરાર મર્ડર કેસના આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી....

અમરેલી જેલમાંથી પેરોલ/ફર્લો અને વચગાળાના જામીન ઉપરથી છુટી ફરાર આરોપીઓ   અમરેલી તાલુકા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૪૩/૨૦૧૧, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૪, ૫૦૪, જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના ગુન્‍હાના કામે રાજકોટ મધ્યસ્‍થ જેલ માંથી વચગાળાના જામીન ઉપર છુટી છેલ્‍લા ત્રણ વર્ષથી ફરાર થયેલ કાચા કામના કેદીને અમરેલી ગીરીયા રોડ, ખોડીયાર માતાજીના મંદિર પાસેથી પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.

 *ગુન્‍હાની વિગતઃ-*
ગઇ તા.૨૮/૧૧/૨૦૧૧ ના રોજ ફરિયાદી ધર્મેન્‍દ્રભાઇ લાભશંકરભાઇ મહેતા, રહે.અમરેલી વાળાએ જાહેર કરેલ કે પોતે બે વર્ષ પહેલા આરોપીઓના કુટુંબીની દિકરી સાથે આંતરજ્ઞાતીય લગ્‍ન કરેલ હોય અને તથા અગાઉના ઝગડાનું મનખદુઃખ રાખી (૧) ભીખુ કાળુભાઇ સરવૈયા (ર) હરપાલ અજીતસિંહ સરવૈયા (૩) પૃથ્‍વીરાજ વનરાજસિંહ સરવૈયા (૪) મહાવીર બબાભાઇ સરવૈયા (પ) દેવકુ ધીરૂભાઇ ગઢવી (૬) ઘનશ્યામ જેન્‍તીભાઇ દેસાઇ (૭) સત્‍યદીપ પદુભા સરવૈયા (૮) પપ્‍પુ અજીતસિંહ સરવૈયા, રહે.તમામ ચિત્તલ વાળાઓએ એકસંપ કરી ગે.કા. મંડળી રચી તલવાર, પાઇપ, લાકડી જેવા હથિયારો ધારણ કરી પોતાના મામા રાજેશભાઇ ઉર્ફે ગટાભાઇ પંડ્યા, ઉં.વ.૪૦, રહે.અમરેલી વાળાનું ખુન કરી નાંખી ગુન્‍હો કર્યા વિ. બાબતે ફરિયાદ આપતાં અમરેલી તાલુકા પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો રજી. થયેલ હતો.

      જે ગુન્‍હાના કામે આરોપીઓ અટક કરી જેલ હવાલે કરવામાં આવેલ હતાં તે પૈકીનો આરોપી પૃથ્‍વીરાજ વનરાજસિંહ સરવૈયા નામ.ગુજરાત હાઇકોર્ટના ક્રિમી. મીસ.એપ્‍લીકેશન નંબર ૧૭૬૧/૧૬, તા.૨૧/૦૧/૧૬ થી તા.રર/૦૧/૧૬ ના રોજ વચગાળાના જામીન પરથી જેલ મુક્ત થયેલ.
         મજકુર આરોપીને તા.૨૩/૦૨/૨૦૧૬ ના રોજ જેલમાં હાજર થવાનું હતું અને મજકુર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો.                  

 *પકડાયેલ આરોપીઃ-*
પૃથ્‍વીરાજ વનરાજસિંહ સરવૈયા, ઉં.વ.૨૮, રહે.ચિત્તલ, રાજવાળી શેરી, તા.જી.અમરેલી વાળાને તા.૧૫/૦૫/૨૦૧૯ ના કલાક ૧૩/૩૦ વાગ્યે અટક કરવામાં આવેલ છે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.