ETV Bharat / state

પ્રો કબડ્ડી લીગમાં યુપી યોધ્ધાને 34-31થી હરાવીને યુ મુમ્બાની વિજયી શરૂઆત

અમદાવાદમાં યુ મુમ્બા ટીમે પ્રો કબડ્ડી લીગમાં યુ.પી. યોદ્ધાઓને હરાવી વિજયી શરૂઆત કરી હતી.

યુ મુમ્બાની વિજયી શરૂઆત
યુ મુમ્બાની વિજયી શરૂઆત
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 3, 2023, 12:51 PM IST

અમદાવાદ: અમદાવાદમાં પરંપરાગત પાવરહાઉસ યુ.પી. યોદ્ધાઓના પડકારનો સામનો કરતાં યુ મુમ્બા ટીમે ટુર્નામેન્ટમાં આગવી રીતે શાનદાર શરૂઆત કરી હતી. અમીરમહમ્મામદ ઝફરદાનેશ (11 પોઇન્ટ), રિંકુ અને ગુમાન સિંહે યુ મુમ્બાની 34-31થી જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો.

યુ મુમ્બાએ પ્રથમ હાફમાં વધુ સારું પ્રદર્શન કરતા યુ.પી. યોદ્ધાઓના ખતરનાક રેઇડિંગ યુનિટ પર પ્રેશર જાળવી રાખ્યું હતું. આક્રમણમાં હંમેશા ખૂબ જ શાનદાર એટેક કરતા પરદીપે તેની સિઝનની ધીમી શરૂઆત કરી હતી અને જે બાબત સ્કોરલાઇન પર પ્રતિબિંબિત થતી હતી. યુ મુમ્બા માટે, અમીરમહમ્માદ ઝફરદાનેશ શરૂઆતમાં જ ત્રણ સફળ રેઈડ સાથે ટીમને મજબૂત સ્થિતિ તરફ લઈ ગયો, જેણે વિરોધી ટીમ પર દબાણ બનાવ્યું હતું.

યુપી યોધ્ધાને 34-31થી હરાવ્યા
યુપી યોધ્ધાને 34-31થી હરાવ્યા

પ્રથમ હાફની અંતિમ 10 મિનિટમાં, સારી રીતે ડ્રિલ કરતા યુ મુમ્બાએ યુપી યોદ્ધાસ પર દબાણ ચાલુ રાખ્યું હતું અને એક તબક્કે 7 પોઇન્ટની લીડ સાથે તેઓ સારી સ્થિતિમાં હતા. રિન્કુએ કેટલાક મોટા ટેકલ કર્યા હતા જ્યારે ઝફરદાનેશને તેના નામે નોંધપાત્ર રેઇડ પોઇન્ટ મળી રહ્યા હતા. યુ.પી. યોદ્ધાસનો પ્રદીપ પ્રથમ હાફમાં એક પણ પોઇન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યો હતો, જેના લીધે યુ મુમ્બા 5 પોઇન્ટની સરસાઈ મેળવવામાં સફળ રહ્યું હતું.

યુ.પી. યોદ્ધાઓએ પ્રથમ હાફમાં સુપર ટેકલ સાથે શરૂઆત કરી હતી, જો કે, યુ મુમ્બા ટીમને તેમના એરિયામાં પાછા ફરવામાં વધુ સમય લાગ્યો ન હતો. ઝફરદાનેશ, રિંકુ અને ગુમાન સિંઘ જોરદાર દેખાવ કરી રહ્યા હતા અને મેચ તેમની તરફે ખેંચી જશે એમ લાગતું હતું પરંતુ, યુ.પી. યોદ્ધાઓએ પણ રમતમાં પાછા ફરવાનું શરૂ કરી દીધું હતું અને ઝફરદાનેશને ઓલ આઉટ કર્યો હતો, જેના કારણે તેઓ સીધા જ સ્પર્ધામાં પાછા ફર્યા હતા.

યુ.પી. યોદ્ધાઓને હરાવ્યા
યુ.પી. યોદ્ધાઓને હરાવ્યા

હરીફાઈ પૂરી થવા તરફ આગળ વધી રહી હતી અને દસ મિનિટ બાકી હતી ત્યારે યુ.પી. યોદ્ધાઓ 4 પોઈન્ટ પાછળ હતા. ઝફરદાનેશે સિઝનની તેની પ્રથમ સુપર 10 નોંધાવી હતી જ્યારે સુરિન્દર ગિલ યુ.પી. યોદ્ધાઓ માટે લડત આપવા પર હતો. 5 મિનિટ બાકી હતી, ત્યારે સુરિન્દર ગિલ ડૂ ઓર ડાઇ રેઇડ કાઉન્ટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો, અને યુ મુમ્બાને તક આપી હતી, જે પછી મુમ્બાએ 4-પોઇન્ટની લીડ મેળવી હતી. આખરે, યુ.પી. યોદ્ધાઓ વળતી લડ આપી શક્યા નહીં અને યુ મુમ્બાએ આરામથી મેચ જીતી લીધી.

યુપી યોધ્ધાને 34-31થી હરાવીને યુ મુમ્બાની PKLમાં વિજયી શરૂઆત

આજની દિવસની મેચોના એવોર્ડ વિજેતાઓ:

ગુજરાત જાયન્ટ્સ VS તેલુગુ ટાઇટન્સ:

ધ ડ્રીમ 11 ગેમચેન્જર ઓફ ધ મેચ: સોનુ (ગુજરાત જાયન્ટ્સ)

ધ એસીસી મોમેન્ટ ઓફ ધ મેચઃ ફઝલ અત્રાચલી (ગુજરાત જાયન્ટ્સ)

યુ મુમ્બા VS યુ.પી. યોદ્ધાસ:

ધ ડ્રીમ 11 ગેમચેન્જર ઓફ ધ મેચ: અમીરમહમ્માદ ઝફરદાનેશ (યુ મુમ્બા)

ધ એસીસી મોમેન્ટ ઓફ ધ મેચ: રિંકુ (યુ મુમ્બા)

  1. પ્રણવ અદાણીએ લીધી ગુજરાત જાયન્ટ્સ સ્ક્વોડની મુલાકાત, કહ્યું એક અદ્ભુત સિઝનની અપેક્ષા
  2. ટીમ ઈન્ડિયાના આ બંને ખેલાડીઓને અંતિમ T20 મેચના પ્લેઈંગ 11માં મળી શકે છે તક, જુઓ તેમના શાનદાર આંકડા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.