અરજદાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, EVM મતોના ક્રમાંક પ્રમાણે ડેટા રજૂ કરી શકે છે. આ અંગે ચૂંટણી પંચને પત્ર લખ્યો છતાં જવાબ ન મળતા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની ફરજ પડી છે. અરજદારે પીટીશનમાં રજૂઆત કરી છે કે, EVMમાં મતદારનો મત ક્રમાંક, કઈ પાર્ટી અને ઉમેદવારને મત આપ્યો તે મુદે ડેટા જનરેટ કરી શકાય છે.
EVMની મત ગણતરી કરવામાં આવે છે અને VVPAT સ્લીપની ગણતરી ન કરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. મતદારનો મત ક્રમાંક જાણવો તે સુપ્રીમ કોર્ટના રાઈટ ટુ પ્રાઈવસીના જજમેન્ટ વિરૂધ છે. આ મુદ્દે ચૂંટણીપંચને રજૂઆત કરી હોવા છતાં પત્રનો જવાબ ન મળતા સુપ્રીમ કોર્ટમાં પીટીશન દાખલ કરાઇ છે.અરજદારની માંગ છે કે, EVMથી નહિ પરતું પહેલાની જેમ બેલેટ પેપરથી ચૂંટણી યોજવામાં આવે.