ETV Bharat / state

ખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો : બહેરા તંત્ર સામે પ્રજા પોકારે ત્રાહિમામ, ગંભીર રીતે સર્જાય રહ્યા છે અકસ્માત

અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation)ડ્રેનેજ માટે મોટો ખાડો ખોદી છેલ્લા 15 દિવસથી ચાલુ કામ(Drainage work in Ahmedabad) અધૂરું મૂકી દીધું હતું. જેમાં મંગળવાર રાતે 3 યુવાનો એક્ટિવા સાથે તે ડ્રેનેજ ખાડામાં પડતા ગંભીર ઈજા પહોંચી હતી. જેમણે સારવાર અર્થે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અમદાવાદમાં એક્ટિવા પર જતા યુવકો કોર્પોરેશનના ખાડામાં ખાબક્યા

author img

By

Published : Apr 28, 2022, 1:58 PM IST

અમદાવાદ: શહેરમાં હવે રસ્તા પર ખાડા પાડવા સામાન્ય બાબત (Ahmedabad Municipal Corporation)બની ગઇ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે ચોમાસામાં ભૂવા પડતાં હોય છે. પણ હવે કોર્પોરેશન દ્વારા આડેધડ રસ્તા પર ડ્રેનેજ કામ માટે ખાડા ખોદી દેવામાં આવે છે. જેના કારણે જનતા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ગોમતીપુર વોર્ડના કોર્પોરેટરે ઇકબાલ શેખે જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગોમતીપુર વોર્ડમાં રખિયાલ રોડ પર આવેલ ગુલશન બેકરીની સામે છેલ્લા 15 દિવસથી ડ્રેનેજ (Drainage work in Ahmedabad) માટે મોટો ખાડો ખોદી અધૂરું કામ મૂકી દેતા મંગળવાર રાતે 3 યુવાનો એક્ટિવા સાથે તે ખાડામાં પડતા ભારે ઈજા પહોંચી હતી.

અમદાવાદ કોર્પોરેશન

આ પણ વાંચોઃ AMC New rebate Scheme: અમદાવાદ કોર્પોરેશનની નવી રિબેટ યોજના જાહેર થતાં કરદાતાઓને ટેક્સમાં ઘટાડો

રોડ ખાડા ચારેબાજુ છેડે પીપળા મૂકી દેવાય હતા - રોડ પર ડ્રેનેજનું કામ અધૂરું મૂકી ખાડામાં છેડે પીપળા મૂકી માત્ર દોરી બાંધી દેવામાં આવી હતી. જેમાં મોઈન હારુન શાહ, ઇમરાન ઈલિયાસ અંસારી, હમઝા આરીફ ખોખર આ ત્રણ યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેને સારવાર અર્થે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાથી એક યુવાનને માથામાં ગંભીર ઈજા હોવાને કારણે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Congress Protest : અમદાવાદ કોર્પોરેશનની જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો, મેયર પોતાના રૂમમાં પુરાયાં

2 વર્ષના બિલો બાકી એટલે કામ અધૂરું મૂક્યું - વધુમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ બિલ બાકી હોવાથી અધૂરા કામ છોડી જતા રહેતા હોવાથી જનતાને ભારે સમસ્યા પડી રહી છે. આ કોર્પોરેશનની ગેરવ્યાજબી વહીવટને કારણે ભોગવવું જનતાને પડી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.