ETV Bharat / state

બાળકને જન્મ આપનારી મહિલાઓ પ્લાઝમા ડૉનેટ નથી કરી શકતી, જાણો નિષ્ણાતનો અભિપ્રાય

કોરોના વાઇરસને માત આપનાર વ્યક્તિ 15 દિવસ બાદ પ્લાઝમા આપી શકે છે. વ્યક્તિ સ્વસ્થ થયાના 15 દિવસ બાદ તેમના શરીરમાં બીમારી સામે એન્ટીબોડી બને છે. જ્યારે બાળકને જન્મ આપેલી મહિલાનો પ્લાઝમાં લેવામાં આવતા નથી. તો આવો જાણીએ કે, કઇ વ્યક્તિ પ્લાઝમાં આપી શકે છે...

plasma therapy
plasma therapy
author img

By

Published : Aug 26, 2020, 10:41 PM IST

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 71 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે, તેની સામે પ્લાઝમા ડોનેટ કરનાર વ્યક્તિઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. ETV ભારતની ટીમે જ્યારે આ અંગેનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે, જે મહિલાએ બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાના પ્લાઝમા લેવામાં આવતું નથી.

નિષ્ણાતો મુજબ કોરોનાને માત આપનાર મોટાભાગની મહિલાઓ કે જેમને બાળકને જન્મ આપ્યો છે, તેમના પ્લાઝમા લેવામાં આવતા નથી. ડિલિવરી બાદ મહિલાઓમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું જોવા મળે છે અને તેના કારણે પ્લાઝમા લેવામાં આવતા નથી.

કોરોનાને માત આપ્યાના 15 દિવસ બાદ વ્યક્તિના શરીરમાં હિમોગ્લોબીનની માત્ર 12.5 ટકા કે તેથી વધુ હોય ત્યારે જ પ્લાઝમા લેવામાં આવે છે. આ નિયમ પુરુષો માટે પણ લાગુ પડે છે. જો કે મોટાભાગના કિસ્સામાં ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં મહિલાઓમાં કુપોષણ અને હિમોગ્લોબીનનું નીચું પ્રમાણ નોંધવામાં આવ્યું છે. જેથી કરીને બાળકને જન્મ આપનાર મહિલામાં હિમોગ્લોબીન ઓછું હોવાથી તેનો પ્લાઝમા ઉપયોગમાં લેવામાં આવતો નથી.

જાણો કઇ વ્યક્તિ કરી શકે છે પ્લાઝમા ડોનેટ

જાણો કઇ વ્યક્તિ કરી શકે છે પ્લાઝમા ડોનેટ...

  • સ્વસ્થ વ્યક્તિ કે જેને કોઈ બીમારી નથી, એ કોરોનાને માત આપ્યાના 15 દિવસ બાદ પ્લાઝમા આપી શકે.
  • કોરોનાને માત આપનાર 18થી 65 વર્ષના વ્યક્તિ જ પ્લાઝમા આપી શકે.
  • જે લોકોને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હૃદયની બીમારી જન્મજાત છે કે તેના ઈલાજ માટે ઇન્જેક્શન લેવા પડે તેવા વ્યક્તિનું કોરોનાને માત આપ્યા બાદ પણ તેનું પ્લાઝમા લેવામાં આવતું નથી.
  • જે વ્યક્તિ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓથી પીડાય છે, તેવા લોકો જો આ બીમારીની ઓરલ દવા (એટલે કે મોઢાથી દવા લેતા હોય ) અને બીમારી ઠીક અથવા નિયંત્રણ હેઠળ આવી ગઈ છે. તેવા વ્યક્તિ કોરોનાને માત આપ્યાના 15 દિવસ બાદ પ્લાઝમા આપી શકે છે.
  • પ્લાઝમા આપનાર વ્યક્તિનું એન્ટીબોડી ટાઈટલ દર્દીના એન્ટીબોડી ટાઈટલ કરતા બમણું હોય ત્યારે જ પ્લાઝમા આપવામાં આવે છે.
  • કોઈ વ્યક્તિને ચેપીરોગ કે ફંગલ ઇન્ફેક્શન કે અન્ય કોઈ બીમારી હોય ત્યારે એ વખતે પ્લાઝમા લેવામાં આવતું નથી.

આ પણ વાંચોઃ પોઝિટિવ વલસાડઃ બ્લડ બેન્કમાં 13 લોકોએ કર્યું પ્લાઝમા ડોનેટ, 22 લોકોને મળ્યું નવું જીવન

  • રક્ષાબંધનના દિવસથી વલસાડ રક્તદાન કેન્દ્ર દ્વારા પ્લાઝમા થેરાપી શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 13 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યું છે. આ પ્લાઝમા દ્વારા 22 લોકોને નવું જીવન મળ્યું છે. તો આવો જાણીએ પ્લાઝમા થેરાપી વિશે...

આ પણ વાંચોઃ સુરત ખાતે 21 વર્ષની નાની વયે પ્લાઝમાં ડોનેટ કરી યુવાઓની પ્રેરણાસ્ત્રોત બની જાનકી કળથીયા

  • સુરત શહેરની 21 વર્ષીય દિકરી જાનકી કળથીયા સૌથી નાની વયની પ્લાઝમા ડોનર બની છે. અત્યાર સુધી સુરતમાં કુલ 690 લોકોએ પ્લાઝમા ડોનેટ કર્યા છે. જેમાં જાનકી કળથીયાએ ત્રીજા નંબરની મહિલા ડોનર બની છે.

આ પણ વાંચોઃ 514 સુરતીઓના પ્લાઝમા દાનથી સુરત ગુજરાતમાં અવ્વલ

  • રક્તદાન હોય કે અંગદાન હંમેશા પ્રથમ ક્રમે રહેલું સુરત હવે 514 વ્યકિતઓએ પ્લાઝમાનું દાન કરીને ગુજરાતમાં પ્રથમક્રમે આગળ વધી રહ્યું છે.

કોરોનાની સારવારમાં પ્લાઝમા થેરાપી કોઈ ઈલાજ નથી પરંતુ, કોરોના સામે સારવારમાં મદદરૂપ થાય છે. શરૂઆતના સ્ટેજમાં દર્દીને સ્થિતિ મુજબ જો તેને પ્લાઝમા થેરેપી આપવામાં આવે તો સારું પરિણામ આપી શકે છે. પ્લાઝમા આપનાર વ્યક્તિનું એન્ટીબોડી ટાઈટલ દર્દીના એન્ટીબોડી ટાઈટલ કરતા બમણું હોય ત્યારે જ પ્લાઝમા આપવામાં આવે છે.

હાલમાં જ થયેલા અભ્યાસ પ્રમાણે કોઈને કોરોના થયા બાદ 2 મહિના સુધી વ્યક્તિના શરીરમાં એન્ટીબોડી વધુ સક્રિય રહે છે. ત્યારબાદ એન્ટીબોડીનું પ્રમાણ ઓછું થયું હોવાનું સામે આવ્યું છે. એટલે કે બે મહિના પછી ફરીવાર કોરોના થવાની શકયતાને નકારી શકાય નહીં. તેલંગાણા બાદ ગુજરાતમાં પણ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોરોનાને માત આપ્યા બાદ વ્યક્તિને ફરિવાર કોરોના પોઝિટિવ આવ્યું છે.

ગુજરાતમાં 25મી ઓગસ્ટ સુધીમાં કોરોનાના કુલ 88,942 કેસ નોંધાયા છે. જે પૈકી 71,361 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે 2928 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યાં છે. હાલ રાજ્યમાં 14 હજાર જેટલા એક્ટિવ કેસ નોંધાયા છે. વડાપ્રધાનની અપીલ બાદ ટેસ્ટિંગમાં વધારો થતાં આંકડો 18 લાખને પાર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.