મળતી માહિતી મુજબ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા ઉષા મૌર્ય નામની મહિલાએ પતિ અને સમાજના ત્રાસથી કંટાળીને કલેકટર ઓફીસ ખાતે આત્મવિલોપનો પ્રયાસ કર્યો હતો.જ્યાં તેમને પોતાના શરીર પર પેટ્રોલ પણ છાંટી દીધું હતું પરંતુ હાજર પોલીસની નજર પડતા મહિલાની અટકાયત કરવામાં આવી હતી. તો પોલીસે મહિલાને સુભાષબ્રિજ પોલીસ મથક લઇ જવામાં આવી હતી.
મહિલાએ આ બાબતે જણાવ્યું કે તે પોતાના પતિ અને સમાજના ત્રાસથી કંડાળી ગઇ હતી જેથી તેણે આ પગલું ભર્યું હતું.તો મહિલાએ વધુમાં જણાવ્યું કે તેના પતિનો અન્ય સ્ત્રી સાથે સંબંધ હતા જેથી તેનો પતિ તેને ત્રાસ આપતો હતો તો આ ઉપરાંત સમાજ દ્વારા પણ મહિલાને ત્રાસ આપવામાં આવ્તું હતું.પોલીસે આ સમગ્ર મામલે મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.