ETV Bharat / state

સગીરાએ પતિથી કંટાળી કર્યો આપઘાત, મંદિરમાં લગ્ન કરીને પતિ આપતો ત્રાસ - Suicide by strangulation

અમદાવાદના પુર્વ વિસ્તારમાં સગીરાએ પતિથી કંટાળી આપઘાત (Suicide incidents Ahmedabad) કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આરોપીએ સગીરાને ભગાડીને લગ્ન કર્યા હતા. સગીરાએ પતિથી કંટાળીને આપઘાત(woman committed suicide) કરી લીધો હતો. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

સગીરાએ પતિથી કંટાળી કર્યો આપઘાત, મંદિરમાં લગ્ન કરીને પતિ આપતો ત્રાસ

author img

By

Published : Dec 13, 2022, 5:46 PM IST

અમદાવાદ શહેરમાં આપઘાતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદના પુર્વ વિસ્તારમાં(Suicide incidents Ahmedabad) પણ એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં યુવતીને ભગાડીને લગ્ન કરી ત્રાસ આપી શારિરીક સંબંધો બાંધનાર યુવક સામે ગુનો નોંધાયો છે. આ બન્ને વચ્ચે પ્રેમ હતો. અને આ પ્રેમ કંઇક એ રીતે બંધાણો કે સગીરા તેની બહેનના ઘરે રહેવા આવી હતી. ત્યારે તેનો પરિચય તેના ભાઇની સાળીના દિયર સાથે થયો હતો. જે બાદ ભાડે મકાનમાં રહેવા લાગી હતી. આરોપીએ તેની સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. અને તેની સાથે રહેવા લાગ્યો હતો. પરંતુ સગીરા કંટાળી હતી અને તેને આપઘાત કરી (woman committed suicide) લીધો હતો. જે બાદ પોલીસ તપાસ કરી રહી છે.

દીકરી ગર્ભવતી ઉત્તરપ્રદેશમાં રહેતી 37 વર્ષીય મહિલાની મોટી દીકરી ગર્ભવતી થતા તે પિયર યુપી ગઇ હતી. ત્યારે નાની દીકરીને પણ તેની સાથે પરત માતા પિતાએ અમદાવાદ મોકલી આપી હતી. બંને બહેનો અવાર નવાર તેમના ભાઇની સાળીના ઘરે અવર જવર કરી તેને મળતા હતા. આ દરમિયાન સગીરાનો સંપર્ક ભાઇની સાળીના દિયર સાથે થયો હતો. ઘરે આ અંગેની જાણ થતાં જ સગીરા તેના ભાઇની સાળીના દિયર સાથે ભાગી જઇ અલગ અલગ જગ્યાએ મકાન ભાડે રાખી રહેતી હતી. આરોપી અંદર અંદર સંબંધી થતો હતો પણ સગીરાને તેના ઘરે વાતચીત કરાવતો નહોતો.

ગળેફાંસો ખાઇ આપઘાત ગત તારીખ 6 ડિસેમ્બરના રોજ મકાન માલિકે સગીરાના પરિવારને ફોન કરીને તેણે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણ કરતા સગીરાની માતા અને બહેન અમદાવાદ આવ્યા હતા. ત્યાં આવીને તપાસ કરતા તેઓને જાણવા મળ્યું કે આરોપીએ સગીરા સાથે મંદિરમાં લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ તેની સાથે શારિરીક સંબંધો બાંધી તેને માર પણ મારતો અને હેરાન પરેશાન કરતો હતો. સગીરાએ જે દિવસે (Suicide by strangulation) આપઘાત કર્યો. ત્યારે સવારના સમયે બંને વચ્ચે ઝઘડો થયો હતો. અને બંને મોટેમોટેથી બુમો પાડતા હતા. બાદમાં આરોપી નોકરીએ જવા નીકળ્યો ત્યારે મકાન માલિકને મકાન ખાલી કરવાનું કહીને નીકળ્યો હતો.

સગીરાને લાતો આરોપી જતા જતા પણ સગીરાને લાતો મારીને નીકળ્યો હતો. બાદમાં તે મકાન માલિકને વાત કરીને નીકળી જતા સગીરાએ ઘર બંધ કરી અંદરજતી રહી હતી. ત્યારે મકાન માલિકે દરવાજો ખખડાવતા સગીરાએ ન ખોલતા તેના પતિને બોલાવતા ઉપરના પતરા તોડી અંદર જઇને તપાસ કરી તો સગીરાએ આપઘાત કર્યો હતો. સમગ્ર બાબતને લઇને આરોપી સામે સગીરાની માતાએ કેસ કર્યો છે. જેમાં બળાત્કાર, ભગાડી જવી, ત્રાસ આપવો જેવી કલમો હેઠળ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.