જેમાં સુજાતા કોઠારી જે 29 વર્ષથી ફેશનના બિઝનેસમાં છે, તેમણે મહિલાઓને સાડી પહેરવા અંગે ટીપ્સ આપી હતી અને તેની સાથે તેમનું કલેકશન પણ બતાવ્યુ હતું. આટલું જ નહિ આની સાથે શ્વેતા નંદા, ઇમેજ કન્સલ્ટન્ટ દ્વારા મેક અપ અંગે પણ વિવિધ ટીપ્સ આપવામાં આવી હતી. સુજાતા જણાવે છે કે,"બહુ ઓછા લોકો હોય છે, જેને સમજ હોય કે સાડી કેવી રીતે પહેરવી? કેવી રીતે એને સંભાળવી અને સાડી જૂની થઇ ગઈ હોય તો એનો ઉપયોગ કેવી રીતે કરવો. જો કોઈ મા- દીકરી એક સાડી પહેરતા હોય તો કેવી રીતે બંને અલગ પહેરી શકે અને ઘણા લોકોને પ્રશ્ન હોય છે ,કે જૂની સાડી સાથે તમે શું કરી શકો?
તમે આ જૂની સાડીઓને ફક્ત વંશીય વસ્ત્રોમાં પરિવર્તિત કરી શકશો નહીં, પરંતુ કેટલીક સુંદર અને છટાદાર દેખાતી ફ્યુઝન વસ્ત્રોની રચના પણ કરી શકો છો. હા, ફ્યુઝન, સમકાલીન અથવા બોહેમિયન- જેને તમે તેને કહો છો, તે હાલમાં 'ઇન' છે. ઉપરાંત, જ્યારે તમે ઘરની જૂની સાડીઓમાંથી વિવિધ યુનિક ડિઝાઇન બનાવી તેને ઉપયોગમાં લઇ ફેબ્રિકની કિંમત પણ બચાવી શકો છો તો કેમ નહીં? આ વર્કશોપમાં આ બધી ચર્ચા કરવાની છે."
જયારે શ્વેતા જણાવે છે કે, "મેક અપ માટે ફેસ શેપ અને બોડી સ્ટ્રક્ચર મહત્વનું છે. તે જોઈને હું મેકઅપ કરું છું અને જયારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે ત્યારે હું લોકોને એ જ કહીશ કે વોટરપ્રૂફ મેકઅપનો ઉપયોગ કરે અને લાઈટ મેકઅપ કરે."