સોમનાથ: સોમનાથ પોલીસે આજે મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાંથી નશાકારક કેમિકલ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. સુત્રાપાડા નજીક દુર્ગા પ્રસાદ લિંગીયા નામના વ્યક્તિ પાસેથી શંકાસ્પદ કેમિકલ સાથેની તાડી ઝડપાઈ હતી. સમગ્ર મામલામાં પોલીસે ખૂબ જ ગુપ્તરાહે અને તલસ્પર્શી તપાસ શરૂ કરતાં સમગ્ર મામલો મુંબઈના પાલઘર સુધી પહોંચ્યો હતો. નશાકારક કેમિકલ બનાવતી ફેક્ટરીના સંચાલન સાથે જોડાયેલા મહેશ, પ્રકાશ અને તિરુપતિ નામના ત્રણ ઈસમોની અટકાયત કરીને ધોરણેસરની કાર્યવાહી શરૂ કરી છે.
સોમનાથ પોલીસનું મુંબઈના પાલઘરમાં ઓપરેશન: સોમનાથ પોલીસે મુંબઈના પાલઘરમાંથી નશાકારક કેમિકલ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. 8 નવેમ્બર 2024 ના દિવસે સુત્રાપાડા વિસ્તારના ઘંટીયા ગામમાં રહેતા દુર્ગા પ્રસાદ લિંગીયા મૂળ વતન દુગનવેલી જિલ્લો નાલગોંડા તેલંગાણાના વ્યક્તિ પાસેથી તાડીની સાથે શંકાસ્પદ કેમિકલ ભરેલો સામાન પ્રાપ્ત થયો હતો.
સમગ્ર મામલામાં પોલીસે દુર્ગા પ્રસાદ લિંગીયાની અટકાયત કરી અને તેની આકરી પૂછપરછ કરતા તાળીમાં મિલાવવામાં આવેલા કેમિકલ તેણે મહીસાગરના સંતરામપુરમાં રહેતા ચિનુ પાસેથી મેળવ્યા હોવાની વિગતો જાણવા મળી હતી. તેમજ પોલીસે સંતરામપુરમાં તપાસ કરતા અહીંથી ચીનુ ઉર્ફે શ્રીનિવાસ દેકલા કે જેનું મૂળ વતન તેલંગાણા (રામનગર) છે. તે મળી આવ્યો હતો. દુર્ગા પ્રસાદને ચીનુ સંતરામપુરથી રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસમાં પાર્સલ મારફતે પ્લાસ્ટિકના ડબામાં કેમિકલ ભરીને મોકલતો હતો. ત્યારબાદ સમગ્ર મામલાના તાર મુંબઈના પાલઘર વિસ્તાર સાથે જોડાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
પાલઘરમાંથી ઝડપાઈ આખી ફેક્ટરી: સુત્રાપાડામાંથી તાળીમાં મિલાવવામાં આવેલું જે કેમિકલ પકડાયું હતું. જેને ક્લોરલ હાઈડ્રેટ નામનું નશાકારક પદાર્થ માનવામાં આવતો હતો. સમગ્ર મામલામાં પીઆઇ એ.બી.જાડેજા અને પીએસઆઇ એ.સી સિંઘલની બનેલી ટીમોએ મુંબઈના પાલઘર વિસ્તારમાં આવેલા રાજહંસ કેમિકલ કંપનીમાં મુંબઈ પોલીસની હાજરીમાં તપાસ કરતા અહીંથી નશાકારક કેમિકલ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી. જેને જોઈને સોમનાથ પોલીસ પણ ચોકી ઉઠી હતી. પાલઘરની રાજહંસ કેમિકલ કંપનીમાંથી નશાકારક કેમિકલ સંતરામપુરમાં રહેતા શ્રીનિવાસ દેકલા પાસે પહોંચતું હતું અને ત્યાંથી તેમણે દુર્ગા પ્રસાદ લિંગીયા નામના વ્યક્તિને સુત્રાપાડા મોકલ્યો હતો. સમગ્ર નશાકારક કેમિકલનો કારોબાર બે રાજ્યો વચ્ચે થયો હોવાને લીધે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ અધિક્ષકે આપી વિગતો: સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ માધ્યમોને સાર્વત્રિક વિગતો આપતા ગીર સોમનાથ પોલીસને મહારાષ્ટ્રમાં નશાકારક કેમિકલ બનાવતી ફેક્ટરીને કારસ્તાનને ઝડપી પાડવાની જે સફળતા મળી છે. તેમાં તેમણે અધિકારીઓને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે,'આ રીતે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નશાકારક કેમિકલની હેરાફેરીનો સોમનાથ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ પકડમાં રહેલા મહેશ પોન્નુચેટ્ટી, પ્રકાશ ગોપવાણી અને તિરુપતિ એગોલિયું મુંબઈના ઘાટકોપરની કેમિકલ કંપનીમાંથી આ નશાકારક કેમિકલ મોકલતા હતા. પોલીસે જે ત્રણ આરોપીની અટકાયત કરી છે. જેમાં પ્રકાશ ગોપવાણી સામે બનાસકાંઠા, અમદાવાદ, ખેડા, આણંદ અને મહારાષ્ટ્રમાં અલગ અલગ ગુનામાં ફરિયાદ દાખલ થાય છે, તો બીજી તરફ મહેશ પોન્નુચેટ્ટી સામે ખેડાના એક કેસમાં એફઆઇઆર દાખલ થઈ છે. તમામ ત્રણેય આરોપીની પોલીસે અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: