અમદાવાદ: આગામી સમયમાં ઉનાળા સિઝન આવી રહી છે.તેવા સમયે લોકો વોટર પાર્ક નાહવાની મજા લેતા હોય છે. બીજી બાજુ રાજ્યના સૌથી મોટા શહેરમાં એક પણ વોટર પાર્ક નથી. અમદાવાદ કોર્પોરેશન હસ્તક આવેલ વોટરપાર્ક પણ છેલ્લા અંદાજિત 7 વર્ષથી બંધ હાલતમાં છે. ફરી એકવાર વોટરપાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. તે ટેન્ડર કમિટી પહોંચે તે પહેલાં વિવાદ સામે આવ્યો છે.
ટેક્સમાંથી મુક્તિ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાને જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં કાંકરીયા લેક ખાતે વર્ષ 2019 માં બાલવાટિકાના એમ્યુઝમેન્ટ પાર્કની ડીસ્કવરી રાઇડ તુટી પડતાં 2 માણસોના મોત તથા 29 જેટલાં લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા હતાં. તે સમયે તે રાઇડ ચલાવાવનો કોન્ટ્રાકટ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. તેની સામે કોઇ પગલાં લેવાને બદલે તે કોન્ટ્રાકટરને હવે બાલવાટિકાની બાજુમાં આવેલ વોટર પાર્ક 15 વર્ષ ચલાવવા માટે આપવાનો તે ઉપરાંત તેને મ્યુનિસિપલ પ્રોપટી ટેક્ષમાંથી પણ મુક્તિ આપવાની કામગીરી લઈને રિક્રિએશન કમિટીમાં ટેન્ડર મુકવામાં આવ્યું છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આવી ઘટનાઓ બનવા છતાં કોઇ કડક પગલાં કેમ લેવામાં આવ્યા નથી.
ભાજપના લોકોને કોન્ટ્રાક્ટ: વોટર પાર્ક ચલાવવાનો કોન્ટ્રાકટ પાછો તેજ કંપનીને આપવાનું કામ લાવીને અગાઉ માનવસર્જીત બેદરકારીના બનેલ કિસ્સામાં જાણીબુઝીને બદઇરાદાથી તપાસમાં વિલંબ કરાવી ભીનું સંકેલી કસુરવારોને છાવરવાનો હીનપ્રયાસ કરવામાં આવેલ છે. સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના માલીક ભાજપના માજી કોર્પોરેટરના ભાઇ છે. જેને કારણે સમગ્ર ધટના પર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ થયેલ છે. જેનો ભુતકાળ ખરડાયેલ અને વિવાદાસ્પદ હોય તેને વધુ કામ આપવાની બાબત ખુબજ શરમજનક કહી શકાય છે.
આ પણ વાંચો Ahmedabad Ring Road Bridge : 96 કરોડના ખર્ચે બનીને તૈયાર બ્રિજ, ગૃહપ્રધાન અમિત શાહ લોકાર્પણ કરશે
ટેન્ડર ખુલ્લી પ્રક્રિયા છે: રિક્રિએશન કમિટીના ચેરમેન રાજેશ દવે જણાવ્યું હતું. કોઈપણ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈડ પર જઈને પોતાની રીતે ટેન્ડર ભરી શકે છે. દરેક લોકો માટે ટેન્ડર પ્રક્રિયા ખુલ્લી છે.અને હજુ સુધી કોઈપણ વ્યક્તિને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો નથી. હજુ આવતીકાલે રિક્રિએશન કમિટી મળશે તેમાં ચર્ચા બાદ ટેન્ડર પાસ કરવામાં આવશે.