અમદાવાદ : પશ્ચિમ રેલવે અમદાવાદથી બરૌની અને દરભંગા માટે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવશે. પશ્ચિમ રેલવે દ્વારા છઠપૂજા તહેવારને અનુલક્ષીને યાત્રીઓની સુવિધા માટે બે વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર અમદાવાદ – બરૌની અને અમદાવાદ – દરભંગા વચ્ચે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો આ મુજબ છે : ટ્રેન નંબર 09469 અમદાવાદ-બરૌની વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09469 અમદાવાદ-બરૌની સ્પેશિયલ 14 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 23:45 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 15:00 કલાકે બરૌની પહોંચશે.
ટ્રેન રુટ પરના સ્ટોપેજ : માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા, દાનાપુર, પાટલિપુત્ર, સોનપુર અને હાજીપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં બે 2-ટિયર એસી, ત્રણ 3-ટિયર એસી કોચ રિઝર્વ્ડ અને 06 સ્લીપર ક્લાસના અનરિઝર્વ્ડ તેમજ 08 સામાન્ય દ્વિતિય ક્લાસના કોચ રહેશે.
અમદાવાદ-દરભંગા સ્પેશિયલ : ટ્રેન નંબર 09467 અમદાવાદ-દરભંગા વન વે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન નંબર 09467 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ 15 નવેમ્બર 2023 ના રોજ અમદાવાદથી 22:20 કલાકે ઉપડશે તથા ત્રીજા દિવસે 16:45 કલાકે દરભંગા પહોંચશે.
ટ્રેન રુટ પરના સ્ટોપેજ : માર્ગમાં આ ટ્રેન આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, કટની, સતના, માનિકપુર, પ્રયાગરાજ, પ્રતાપગઢ, અયોધ્યા, ગોરખપુર, પનિયાહવા, રક્સૌલ અને સીતામઢી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં તમામ કોચ એસી ઈકોનોમી ક્લાસના રહેશે.
એસી કોચનું બુકિંગ : ટ્રેન નંબર 09469 ના 2 ટિયર અને 3-ટિયર એસી કોચનું બુકિંગ આજે 17.00 કલાકથી અને ટ્રેન નંબર 09467 નું બુકિંગ 15.11.2023 થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઈટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને માહિતી મેળવી શકે છે.