- અધર્મ પર ધર્મનો વિજય એટલે વિજયાદશમી
- પોલીસ સ્ટેશનમાં શસ્ત્ર પૂજન કરાયું
- આજના દિવસે છે શસ્ત્ર પૂજન કરવાનો ખાસ મહિમા
અમદાવાદ : વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર. વિજયાદશમી એટલે દેવીના વિજયનો તહેવાર. આ શ્રીરામની રાવણ પર અને માતા દુર્ગાની શુંભ-નિશુંભ પર વિજયના ઉપલક્ષ્યમાં ઉજવવામાં આવે છે. પરંપરા મુજબ આને આપણે અધર્મ પર ધર્મનો વિજયના તહેવારના રૂપમાં ઉજવીએ છીએ. ત્યારે આજે ખાસ કરીને શસ્ત્રપૂજન કરવાનો પણ ખાસ મહિમા છે.
ઠેર-ઠેર જગ્યાએ શસ્ત્રોનું પુજન કરવામાં આવ્યું
દેશની સીમા પર જવાનોથી લઈને દેશમાં ઠેર-ઠેર જગ્યાએ શસ્ત્રોનું પુજન કરવામાં આવે છે. ત્યારે આજરોજ વિજયાદશમીના પર્વ નિમિત્તે માંડલ પોલીસ સ્ટેશનમાં પી.એસ.આઈ,પોલીસ કોન્સ્ટેબલ, હેડ.કો.સહિતનો પોલીસ સ્ટાફ હાજર રહી તેમના હથિયારોનું પૂજન કર્યું હતું.