અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ નિયમો 1998 હેઠળ એવી કોઈ પ્રક્રિયા નથી કે જેના દ્વારા વકફ ટ્રિબ્યુનલ તેની સમક્ષ દાખલ કરાયેલી અરજી પર નોટિસ જારી કરવા માટે દંડ જમા કરાવવાનો આગ્રહ કરી શકે. અરજદારનો કેસ એવો છે કે અરજદારના વડવાઓએ પ્રતિવાદી નં 2ને યાત્રાળુઓને રહેવા માટે મુસાફરખાના માટે જમીન દાનમાં આપી હતી. જો કે રાજ્ય સરકારે ગેસ્ટ હાઉસનું નિર્માણ કર્યું અને તેનો ઉપયોગ વ્યાપારી હેતુ માટે કર્યો હતો.
ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલમાં અરજી: અરજદારે ગેસ્ટ હાઉસના ગેરકાયદે બાંધકામ અને ઉપયોગને રોકવા માટે ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. ટ્રિબ્યુનલે તેના 23.02.2022 ના આદેશમાં અવલોકન કર્યું કે અરજદાર ન તો ટ્રસ્ટના લાભાર્થી છે કે ન તો વકફમાં રસ ધરાવનાર વ્યક્તિ છે. ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલે અરજદારને રૂપિયા 20,000નો ખર્ચ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. જેથી અરજીમાં પ્રતિવાદીઓને નોટિસ જારી કરી શકાય.
આ પણ વાંચો: ગુજરાત હાઇકોર્ટના મનાઈ હુકમ હોવા છતાં પણ ટ્રિબ્યુનલે હુકમ કરતા હાઇકોર્ટ નારાજ
અરજી પર ધ્યાન આપવા આદેશ: કોર્ટે અવલોકન કર્યું કે ગુજરાત સ્ટેટ વક્ફ ટ્રિબ્યુનલ (પ્રક્રિયા) નિયમો, 1998 એ એવી કોઈ પ્રક્રિયા માટે એવી જોગવાઈ નથી કે જેના દ્વારા ટ્રિબ્યુનલ નોટિસ ઈશ્યૂ કરવા માટે દંડનો આગ્રહ કરી શકે. તેથી કોર્ટે અસ્પષ્ટ આદેશને બાજુએ રાખ્યો અને ગુજરાત સ્ટેટ વકફ ટ્રિબ્યુનલને અરજી પર ધ્યાન આપવા અને સંબંધિત પક્ષકારોને નોટિસ જારી કરવા અને કાયદા અનુસાર નિર્ણય લેવા નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: ટ્રિબ્યુનલ જજની ભરતીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં અરજી, કોર્ટે ઇસ્યુ કરી નોટિસ
ગુજરાત સ્ટેટ ટ્રિબ્યુનલના હુકમ સામે આદેશ: આ પહેલા પણ અનેક કિસ્સા એવા બન્યા છે, જ્યાં હાઇકોર્ટે ગુજરાત સ્ટેટ ટ્રિબ્યુનલના હુકમ સામે આદેશ કર્યો હોય. ખંભાતના ભૂતપૂર્વ નવાબની જમીન મામલે હાઇકોર્ટની મનાઈ હુકમ હોવા છતાં પણ ગુજરાત સ્ટેટ ટ્રિબ્યુનલએ હુકમ કરતા ટ્રિબ્યુનલના ચેરમેન અને બે સભ્યો સામે થયેલી કન્ટેન્ટની અરજીમાં હાઇકોર્ટના આદેશ બાદ તેમણે હાઇકોર્ટ સમક્ષ હાજર થવું પડ્યું હતું. તે સમયે ટ્રિબ્યુનલ યથાવત સ્થિતિ જાળવી રાખવા માટે હુકમ કર્યો હતો અને જમીન ખરીદનારાએ આ હુકમની સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં ગુજરાત હાઇકોર્ટ ફેબ્રુઆરી 2021 માં ટ્રિબ્યુનલના હુકમ સામે વચગાળાનો સ્ટે આપ્યો હતો.