ETV Bharat / state

Electoral Roll Reform Program: ચૂંટણી પંચ દ્વારા રાજ્યભરમાં મતદાર યાદીનો સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર, જાણો વધુ વિગત - ભારતીય ચૂંટણી પંચ

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે 27 ઓક્ટોબર 2023થી મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધી કરવામાં આવશે. આ મતદાર યાદી ક્લેક્ટર કચેરી, મતદાર નોંધણી અધિકારીની કચેરી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી તેમજ બૂથ લેવલના અધિકારી પાસે જોવા મળી શકશે. આ ઉપરાંત મુસદ્દા મતદાર યાદીની સોફ્ટ કોપી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ પર પણ મુકવામાં આવશે.

election commission of india
election commission of india
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 6, 2023, 7:56 PM IST

અમદાવાદ: દેશમાં આવી રહેલી આગામી ચૂંટણીઓ માટે ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે માટે મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા તેમજ મતદાન મથકના પુનર્ગઠન અંગે માર્ગદર્શન માટે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતી દ્વારા રાષ્ટ્રીય અને રાજ્યકક્ષા માન્ય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી એ.બી.પટેલ, અમદાવાદના જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરીના અધિકારીઓ તથા ભારતીય જનતા પાર્ટી, બહુજન સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ચૂંટણી પંચનો અભિગમ: આ પ્રસંગે મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય તે માટે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાન્યુઆરી-2024 દરમિયાન ચૂંટણી તંત્ર સાથે સંકલન માટે બૂથ લેવલ એજન્ટની નિમણૂંક કરવા રાજકીય પક્ષોને જણાવ્યું હતું. પાત્રતા ઘરાવતા યુવાનોને મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના વોટર હેલ્પલાઈન એપ અને વીએસપી જેવા ઓનલાઈન પોર્ટલ્સના મહત્તમ ઉપયોગ અંગે જાગૃત અને પ્રોત્સાહિત કરવા બૂથ લેવલ એજન્ટ્સ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવે તે માટે અનુરોધ કર્યો હતો.

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ: જાન્યુઆરી-2024ની રૂપરેખા આપતા સંયુક્ત મુખ્ય નિર્વાચન અઘિકારી એ.બી.પટેલે જણાવ્યું હતું કે, ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન તા 4.10.2023 શનિવાર, 5.10.2023 રવિવાર, 02.12.2023 શનિવાર તેમજ 03.12.2023 રવિવાર એમ કુલ ચાર દિવસ ખાસ ઝુંબેશ દિવસ તરીકે નક્કી કરવામાં આવ્યાં છે. આ દિવસો દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સંબંઘીત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રૂબરૂ જોવા માટે મતદાર યાદી ઉપલબ્ધ કરાવશે અને મતદાર યાદીમાં સુધારો-વધારો, નામ કમી કરવા માટેના ફોર્મ પણ બૂથ પર જ BLO ને રૂબરૂ આપી શકાશે. તા 26 ડિસેમ્બર, 2023 સુધીમાં આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. ત્યાર બાદ તા.05 જાન્યુઆરી 2024ના રોજ મતદાર યાદીની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.

રાજકીય પક્ષો સાથે બેઠક: વધુમા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન પારદર્શિતા જળવાય તે માટે લેવાનાર પગલાઓ અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જિલ્લા સ્તરે પણ જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજી આ કાર્યક્રમની જાણકારી આપવામાં આવશે. મતદાર નોંધણી અધિકારી દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવા, કમી કરવા કે સુધારવા અંગેની અરજીઓની યાદી પણ અઠવાડિક ધોરણે માન્ય રાજકીય પક્ષોને પુરી પાડવામાં આવશે. મતદાર યાદી સુધારણામાં પાયાના સ્તર સુધી માન્ય રાજકીય પક્ષોની ભાગીદારી વધે તે હેતુસર બૂથ લેવલ એજેન્ટ્સની ભૂમિકા અંગ વાત કરતા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા બૂથ લેવલ એજન્ટ્સની નિમણૂંક માટેની જોગવાઈઓ તથા તે માટેની કાર્યપદ્ધતિ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.

EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી: આ ઉપરાંત હાલ રાજ્યના દરેક જિલ્લામાં ચાલી રહેલી EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી અંગે માન્ય રાજકીય પક્ષોને જાણકારી આપવામાં આવી હતી. રાજકીય પક્ષો દ્વારા અઘિકૃત કરવામાં આવેલા પ્રતિનિધિઓ રૂબરૂ હાજર રહી આ કામગીરી નિહાળી શકશે તે બાબતે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર કરાશે: પારદર્શી ચૂંટણીઓ માટે ચૂંટણી પંચ ન્યાયી, નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ માટે પાત્રતા ધરાવતા મહત્તમ નાગરિકોને મતાધિકાર પ્રાપ્ત થાય, ક્ષતિરહિત મતદાર યાદી તૈયાર થાય, તથા આ તમામ પ્રક્રિયામાં રાજકીય પક્ષોને સહકાર અને ભાગીદાર વધે તે માટે અમદાવાદ ખાતે યોજાયેલી આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહ્યા હતાં અને ચૂંટણી તંત્રને અપેક્ષિત સહકાર આપવા અંગે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સાથે મતદાર તરીકેની પાત્રતા અને લાયકાત ધરાવતા તમામ નાગરિકોને નૈતિક જવાબદારીનું નિર્વહન કરી પોતાનું નામ મતદાર યાદીમાં છે કે કેમ તે ચકાસી લેવા માટે મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી હતી.

આ પણ વાંચો

  1. Gujarat Congress News : જનતાના સહકારથી કોંગ્રેસ કચ્છની બેઠક પણ જીતશે - અર્જુન મોઢવાડિયા
  2. Gujarat Public Universities Act : રાજ્યપાલ દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલને મંજૂરી, જાણો શું છે આ એક્ટ અને તેની જોગવાઈ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.