અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ ગુજરાતના નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ટેકનોસેવી માનવામાં આવે છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે સોશિયલ મીડિયાના વધુ ઉપયોગ થકી પોતાનો પ્રચાર કર્યો અને રેકોર્ડ મતોથી જીત્યા.
આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તેમનાં વક્તવ્યમાં સોશિયલ મીડિયાના માધ્યમથી કેવી રીતે અસરકારક કામગીરીઓ થઇ શકે તે બાબતે વિશેષ છણાવટ કરી પોતાના અનુભવો પણ વર્ણવ્યાં હતા.
ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો ઉપયોગ આજના સમયમાં રાજકીય પાર્ટી માટે અનિવાર્ય છે.કોરોના મહામારીના કાળમાં વેબિનાર,વર્ચ્યુઅલ રેલી તથા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિકટકાળમાં પણ ભાજપાનું નેતૃત્વ તેમજ કાર્યકર્તાઓ લોકો સાથે જોડાયેલા રહ્યાં અને લોકોને ઉપયોગી થઇ શક્યાં છે.ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપની વર્ચ્યુઅલ બેઠક યોજાઇ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે,આજના સમયમાં સોશિયલ મીડિયા એક અસરકારક માધ્યમ બન્યું છે. ત્યારે આપણી સાચી વાત,આપણાં પ્રજાકીય કાર્યો તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વધુ ને વધુ લોકો સુધી પહોચાડવા માટે તમામ જનપ્રતિનિધિઓએ સતર્કતા,સક્રિયતા અને સમજદારીપૂર્વક સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી પોતાનાં વિસ્તારોના વધુને વધુ લોકો સાથે સીધો સંવાદ કરવો જરૂરી છે.રાષ્ટ્રીય સહસંગઠન મહામંત્રી વી.સતીષે તેમનાં વક્તવ્યમાં ઈફેક્ટીવ કોમ્યુનીકેશન અને ડેટા પાવરનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના સુચારુ ઉપયોગ દ્વારા સરકારી કામકાજમાં પણ બહુ મોટા પરિવર્તનો લાવી શક્યાં છે.વર્ષોથી દેશ જે ભોગવી રહ્યો હતો તેવી ભ્રષ્ટાચારની સમસ્યાને પણ પ્રધાનમંત્રી મોદીએ ટેકનોલોજીના માધ્યમથી દુર કરવાનું કાર્ય કર્યું છે.ભાજપાના જનપ્રતીનીધીઓએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલને ટુ વે કોમ્યુનીકેશનનું સાધન બનાવી તમામ વર્ગના લોકો સાથે જીવંત સંપર્ક રાખી તેમની સમસ્યાના સમાધાનમાં મદદરૂપ થવું જોઈએ.પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયાએ આગામી કાર્યક્રમો વિષે જાણકારી આપી હતી તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ તથા ‘વોકલ ફોર લોકલ’નો વિચાર સોશિયલ મીડિયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચે તે માટે સૌ જનપ્રતીનીધીઓને સજ્જ થવા સમજાવ્યું હતું. બેઠકની શરૂઆતમાં ભાજપ આઈ.ટી.અને સોશિયલ મીડિયા વિભાગના પ્રદેશ ઇન્ચાર્જ પંકજ શુક્લાએ પ્રેઝન્ટેશન દ્વારા સોશિયલ મીડિયાના વધુ અસરકારક ઉપયોગ વિષે જાણકારી આપી હતી.
ચૂંટણીઓ નજીક આવતા જ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ શરૂ થઈ જાય છે.ત્યારે હંમેશાં ભાજપ નરેન્દ્ર મોદીના સમયથી જ સોશિયલ મીડિયામાં વધુ પાવરફુલ સાબિત થયું છે.પરંતુ ગુજરાત ભાજપના આઈ.ટી સેલ દ્વારા એક વર્ગ અને ભૂતપૂર્વ સ્વં.વડાપ્રધાન પર અવારનવાર અયોગ્ય ટિપ્પણીઓ થતી રહે છે. તેની ઉપર નવા પ્રદેશ અધ્યક્ષ લગામ લગાવે છે કે નહીં તે જોવું રહેશે.