ETV Bharat / state

અમદાવાદ: લગ્ન બાદ પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ - અમદાવાદ ન્યૂઝ

એક તરફ લગ્નની સિઝન ચાલુ છે, ત્યારે રાત્રિ કરફ્યૂ પણ યથાવત છે. તેવામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ દ્વારા કરફ્યૂનું પાલન કરવામાં આવી રહયું છે. વેજલપુરમાં લગ્ન કરીને કેટલાક લોકો પરત આવી રહ્યા હતા અને બુમો પાડીને વાહનના હોર્ન મારી રહ્યા હતા, ત્યારે પોલીસે તેવું કરતા ના પાડી હતી. પોલીસ અને જાનૈયાઓ વચ્ચે મારામારી થઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Etv Bharat, Gujarati News, Ahmedabad News
લગ્ન બાદ વહુને લઈને પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ
author img

By

Published : Dec 13, 2020, 12:10 PM IST

Updated : Dec 13, 2020, 4:12 PM IST

  • વેજલપુરમાં પોલીસ અને જાનૈયાઓ વચ્ચે ઘર્ષણ
  • હોર્ન વગાડવા બાબતે 2 પક્ષ વચ્ચે થઈ મારામારી
  • પોલીસે 11 લોકો સામે નોંધી ફરિયાદ

અમદાવાદ: એક તરફ લગ્નની સિઝન ચાલુ છે, ત્યારે રાત્રિ કરફ્યૂ પણ યથાવત છે. તેવામાં રાત્રિ કરફ્યૂ દરમિયાન પોલીસ દ્વારા કરફ્યૂનું પાલન કરવામાં આવી રહયું છે. વેજલપુરમાં લગ્ન કરીને કેટલાક લોકો પરત આવી રહ્યા હતા અને બુમો પાડીને વાહનના હોર્ન મારી રહ્યા હતા, ત્યારે પોલીસે તેવું કરતા ના પાડી હતી. પોલીસ અને જાનૈયાઓ વચ્ચે મારામારી થઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

લગ્ન બાદ વહુને લઈને પરત આવી રહેલા જાનૈયા અને પોલીસે વચ્ચે મારામારીનો વીડિયો વાઇરલ

કેવી રીતે મામલો બિચકયો??

રાત્રિ કરફ્યુ શરૂ થયા બાદ વેજલપુરમાં સોનલ સિનેમા રોડ પર બે એક્ટિવા ચાલક અને બે રિક્ષામાં લોકો સવાર જોર-જોરથી હોર્ન અને ચિચ્યારી બોલાવી રહ્યા હતા. જેથી વેજલપુર પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને લોકોની પોલીસે પૂછપરછ કરી હતી, ત્યારે આ તમામ લોકોએ લગ્નમાંથી આવી રહ્યા હોવાનું પોલીસને જણાવ્યું હતું. જોત જોતમાં આ તમામ લોકો ઉશ્કેરાઇ જઈને પોલીસ સાથે ઘર્ષણ શરુ કર્યું હતું. જે દરમિયાન પોલીસ સાથે જાનૈયાઓએ મારામારી કરી હતી.

વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ

પોલીસ અને જાનૈયાઓ વચ્ચે જે મારામારી થઈ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જાનૈયાઓ લગ્ન બાદ વહુને લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉત્સાહમાં આવીને હોર્ન મારીને બુમો પાડી રહ્યા હતા. આ સમગ્ર મામલે 4 મહિલા પણ સામેલ હતી.

પોલીસે 4 મહિલા સહિત 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો

સમગ્ર મામલે પોલીસે કુલ 11 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 4 મહિલા અને 7 પુરુષ છે. હાલ પોલીસે 3 આરોપીની અટકાયત પણ કરી છે, જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.

પોલીસની પ્રતિક્રિયા

Last Updated : Dec 13, 2020, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.