- રાજય પ્રધાન વિભાવરીબેન દવે કોરોના પોઝિટિવ
- મહિલા અને બાળ કલ્યાણ રાજય પ્રધાનની જવાબદારી
- ટ્વીટર દ્વારા આપવામાં આવી માહિતી
- યુ.એન. મેહતા હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે દાખલ
અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં જીવલેણ કોરોના વાઇરસનો કહેર યથાવત છે. જ્યારે બીજી તરફ આ જીવલેણ કોરોના વાઇરસના સંક્રમણમાં રાજનેતાઓ ઝપેટમાં આવી રહ્યા છે. આ કોરોના વાઇરસની ઝપેટમાં રાજ્ય સરકારના મહિલા પ્રધાન પણ ઝપેટમાં આવ્યા છે. રાજ્ય સરકારના વિભાવરી બેન દવેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હાલ સારવાર હેઠળ છે.
![Etv Bharat, Gujarati News, Vibhavariben Dave](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-01-vibhavridavepositive-photo-story-gj10034_24112020101236_2411f_1606192956_121.jpg)
યુ.એન. મેહતા હોસ્પિટલમાં સારવાર હેઠળ
મહત્વનું છે કે, રાજ્યકક્ષના પ્રધાન વિભાવરી બેન દવે કોરોના વાઇરસથી સંક્રમિત થતાં યુ.એન મેહતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર
આ ઘાતક વાઇરસના કારણે રાજ્યમાં ચેપગ્રસ્તોની સંખ્યા પણ વધી ગઈ છે. હાલ ગુજરાત રાજ્યમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.