અમદાવાદ: હિંદુ સંસ્કુતિમાં ખુબ જ મહત્વ ધરાવતી એવા વસંત પંચમીની ઉજવણી ત્રણ વર્ષ બાદ ધામધૂમથી થશે. ત્રણ વર્ષ બાદ 26 જાન્યુઆરીએ માહ મહિનાના શુક્લ પક્ષની પંચમી છે, જેને 'વસંત પંચમી' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે આપણે દેવી સરસ્વતીના પ્રાગટ્યની ઉજવણી કરવામાં આવે છે. કોરોના કાળના ત્રણ વર્ષ બાદ વસંત પંચમીના અવસરે અનેક લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યોની ભરમાર જોવા મળી રહી છે. આ વર્ષે કોરોનાથી રાહત થતા મોટા પાયે સમૂહ લગ્નોનું પણ આયોજન થઇ શકે છે.
વસંત પંચમી તિથિ 2023: પંચાગ મુજબ જોવા જઈએ તો વસંત પંચમી માઘ શુક્લ પંચમી 25 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12.34 વાગ્યે શરૂ થશે અને 26 જાન્યુઆરી, 2023ના રોજ સવારે 10.28 વાગ્યે સમાપ્ત થશે. ત્યારે ઉદય તિથિ અનુસાર આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરી 2023ના રોજ મનાવવામાં આવશે. આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમી વસંત ઋતુની શરૂઆતને ચિહ્નિત કરે છે. આવો જાણીએ નવા વર્ષે વસંત પંચમી પૂજા અને વસંત પંચમી પૂજા વિધીનું મુહૂર્ત શું છે.
વસંત પંચમીના દિવસે થાય છે મા સરસ્વતીની પૂજા: હિંદુ પંચાંગ મુજબ, માઘ મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી મનાવવામાં આવે છે. આ દિવસે દેશભરમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ વખતે વસંત પંચમી 26 જાન્યુઆરી, 2023ના રોજ મનાવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર, આ દિવસે જ્ઞાન, સંગીત અને કલાની દેવી સરસ્વતીનો જન્મ થયો હતો. જ્યોતિષ શાસ્ત્રમાં વસંત પંચમીના દિવસે અનેક ઉપાયો અને મંત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો Love Horoscope : મેષ રાશિના જાતકોના જીવનસાથી સાથેના મતભેદો દૂર થશે
ગુપ્ત નવરાત્રીનો પ્રારંભ: આ વર્ષે માઘ ગુપ્ત નવરાત્રિ રવિવાર, 22 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. ગુપ્ત સાધના અને વિદ્યાઓની સિદ્ધિ માટે ગુપ્ત નવરાત્રિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આખા વર્ષમાં ચાર નવરાત્રિ હોય છે, જેમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે પ્રાકટ નવરાત્રિ હોય છે. માઘ અને અષાઢ મહિનામાં ગુપ્ત નવરાત્રિ હોય છે અને પ્રાકટ નવરાત્રિમાં ચૈત્ર નવરાત્રિ અને અશ્વિન મહિનામાં શારદીય નવરાત્રિ છે. દેવી ભાગવત મહાપુરાણમાં મા દુર્ગાની પૂજા માટે આ ચાર નવરાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઇવેન્ટ ઇન્ડસ્ટ્રીની રોનક વધશે: વસંત પંચમી બાદ લગ્ન પ્રસંગો સહીત અનેક ધાર્મિક કાર્યો થવા જઈ રહ્યા છે ત્યારે ઇવેન્ટ ઓર્ગનાઈઝર અને ઇવેન્ટ કરતી કંપનીઓમાં પણ ભારે હલચલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી કોરોના મહામારી વચ્ચે મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફી, ઇવેન્ટ ઓર્ગનાઈઝેશન વગેરે અનેક ઉદ્યોગોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. જો કે આ વખતના સંયોગને જોઈને આ તમામ ઇન્ડસ્ટ્રીની રોનક પછી આવશે.