અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો 50મો જન્મદિવસ હોવાથી કાર્યકર્તાઓ દ્વારા કોરોનાકાળમાં ગરીબ વસ્તીઓમાં જઈ લોકોને રાશન કીટ, સેનિટાઈર અને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. 50 પરિવારોને કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા આ સહાય આપવામાં આવી હતી.
રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વેજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસ દ્વારા અનોખા અંદાજમાં ઉજવવામાં આવ્યો હતો. વેજલપુર વિધાનસભા યુથ કોંગ્રેસના અધ્યક્ષ એજાજ ખાન દ્વારા 50 ગરીબ પરિવારોને ન્યાય યોજના હેઠળ રાશન કીટ, સેનેટાઈઝર અને માસ્ક આપી જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે કેન્દ્ર અને રાજ્ય સરકારને અપીલ કરી હતી કે, ન્યાય યોજનાનો તાત્કાલિક અમલ કરી આર્થિક રીતે મદદ પૂરી પાડવામાં આવે, જેથી મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને કોરોનાની મહામારી અને લોકડાઉને લીધે જે આર્થિક નુકસાન થયું છે. તેની ભરપાઈ કરવામાં મદદ મળે અને તેઓ પોતાનું જીવન સરળતાથી નિર્વાહ કરી શકે.
આ કાર્યક્રમમાં સરખેજ-મકતમપુર વોર્ડના પૂર્વ પ્રમુખ આસિફ ખાન જોલી, સામાજિક કાર્યકર્તા નૂરજહાં દીવાન, અંજુમ બેન, નાસીર શેખ, તૌસિફ શેખ, અયાજ સૈયદ, સફિભાઈ મીર અને પપ્પુભાઈ મીર ઉપસ્થિત રહ્યા હતા.