વડોદરા: શહેરમાં દિનપ્રતિદિન ઠગાઈ અને છેતરપીંડીના બનાવો સામે આવી રહ્યા છે. આ બનાવોમાં ખાસ કરીને સિનિયર સિટિઝનને ગઠિયાઓ ટાર્ગેટ કરતા હોય છે. આવા બનાવો સામે વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા સતત મોનેટિંગ કરવામાં આવતું હોવા છતાં પણ વૃદ્ધાઓ સાથે છેતરપિંડીની ઘટનાઓ સામે આવતી હોય છે.
હાલમાં આ બંને ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે અને આ ગુન્હાની તપાસ કરનાર અધિકારી વધુ પૂછતાછ કરી આગળની કાર્યવાહી કરશે. આ ગુન્હામાં સિનિયર સિટિઝનની તપાસ અર્થે પૂછતાછ કરતા કેવી ઘટના બની હતી. તેઓને કઈ યાદ ન હતું તેવું જણાવતા શરૂઆતમાં ચપ્પુ બતાવ્યુ હતું. બાદમાં તેઓની પાસેથી રૂપિયાનું એક અસલી નોટ અને અંદર ડુપ્લીકેટ કાગળ ગોઠવેલી થેલીમાંથી મળી આવતા વૃદ્ધા પૈસાની લાલચમાં છેતરાયા હોવાની આશંકા વ્યક્ત થાય હતી. ઘટનાના સીસીટીવી મળતા સમગ્ર મામલે પડદો ઉઠતા જાતે જ આ વૃદ્ધ દાગીના આપતા હોય તે રીતે નજરે પડ્યા હતા. આ ઈસમોએ અન્ય સાથે ઠગાઈ થઈ છે કે કેમ?, આ ઇસમોની મોડન્સ ઓપરેન્ડી શુ છે તેની તપાસ ચાલી રહી છે.--હરેન્દ્રસિંહ ભાટી (ક્રાઇમબ્રાન્ચ પી આઈ)
મોટી છેત્તરપિંડીઃ ગત તારીખ 1 મે ના રોજ શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલની સામે સાંજના સમયે બે અજાણ્યા ઈસમો દ્વારા એક સિનિયર સીટીઝન મહિલાને વાતોમાં ફોસલાવીને રસ્તો ક્રોસ કરાવી ઓટો રીક્ષામાં બેસાડી દેવાનું કહી સીનેસર સિરીઝન પાસેથી બુટ્ટી અને સોનાની ચેન વિશ્વાસમાં લઈ ફરાર થઇ ગયા હતા. આ બનાવના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેના આધારે શહેર ક્રાઇમબ્રાન્ચે આ બંને ઇસમોની ગણતરીના દિવસોમાં ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ શું હતો: ફતેપુરા વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં 70 વર્ષીય સવિતાબેન શાંતિલાલ રાજપૂત પરિવાર સાથે રહે છે. 1 માર્ચના રોજ સાંજના સમયે તેઓ સંગમ ચાર રસ્તા પાસે આવેલી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવાથી દવા લેવા માટે ગયા હતા. હોસ્પિટલનું કામ પતાવી તેઓ પરત ઘરે જઇ રહ્યા હતા. ઘરે જવા માટે રિક્ષાની રાહ જોઇ રોડ ઉપર ઉભા હતા.આ દરમિયાન રિક્ષાની રાહ જોઇને ઉભેલા બે ઠગો વૃદ્ધા સવિતાબહેન રાજપૂત પાસે આવી પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, બા તમને રોડ ક્રોસ કરાવી આપું? આથી વૃદ્ધાએ દીકરા સમજીને તેઓની પાછળ-પાછળ ગયા હતા અને રોડ ક્રોસ કરાવ્યા બાદ વૃધ્ધા સવિતાબહેને પોતાની દોઢ તોલાની સોનાની ચેઇન અને કાનમાં પહેરેલી અડધા તોલાની બે કાનની બુટ્ટીઓ ઉતારી બે ઠગો પૈકી એકને આપી દીધી હતી.
ફરાર થઈ ગયાઃ હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ પણ લૂંટારાઓએ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ હાથમાંથી ન નીકળતા તેઓ રૂપિયા 70 હજારની કિંમતની સોનાની ચેઇન અને બે સોનાની બુટ્ટી લઇ ફરાર થઇ ગયા હતા. કારેલીબાગ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની ગંભીરતા જોઈ પોલીસ કમિશ્નરની સૂચના આધારે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
રીક્ષાની ઓળખ થઈઃ વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને સીસીટીવી અને હ્યુમન રીસોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ ઓટો રિક્ષામાં ગયા હોવાની વિગતો સામે આવી હતી. ત્યારબાદ ઓટો રીક્ષાની ઓળખ કર્યા બાદ બેસેલા બંને ઈસમોને આનંદ નગર ચાર રસ્તા ભાસ્કર ગરબા ગ્રાઉન્ડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. ઝાડપાયેલ આરોપીઓમાં મુકેશ માનસિંગ મારવાડી (ઉં.વર્ષ. 40 રહે. અમરનગર ખોડીયાર નગર ચાર રસ્તા વડોદરા) રાજુભાઈ સુખલાલભાઈ મારવાડી (ઉં.વર્ષ 50 રહે.પાર્વતી નગર ખોડીયાર નગર વડોદરા) ને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં એક સોનાની ચેન, સોનાની બુટ્ટીની જોડ, ઓટો રીક્ષા સહિત કુલ 1,03,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.