અમદાવાદ : 2 દિવસ અગાઉ પણ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પહેલા એક યુ.એસ. એરફોર્સનું પ્લેન આવ્યું હતું, ત્યારે આજે વધુ એક પ્લેન આવ્યું છે અને હજુ 4 પ્લેન ટ્રમ્પના આગમન પહેલા અમદાવાદ એરપોર્ટ આવશે. આજે આવેલા પ્લેન ચાઇલ સ્ટોન પ્લેન છે. જે કાર્ગો પ્લેન તરીકે વધુ ઉપયોગી હોય છે. આ પ્લેનમાં અગાઉની જેમ સાધન સામગ્રી, ડેલીગેશન અને સિકરેટ સર્વિસીસના જવાનો આવ્યા હતા અને તમામ લોકો અગાઉની જેમ હયાત હોટલ જ પહોંચ્યા હતાં.
આજે આવેલા યુ.એસ.એર ફોર્સના વિમાનનું નામ ગોલબ માસ્ટર-03 છે અને અમેરિકાના ચાલ્સ સ્ટોન એરબેઝથી આ પ્લેન આવ્યું છે. આ વિમાનનો ઉપયોગ પેસેન્જર માટે, કાર્ગો માટે, મિલિટરી સાધનો માટે, એરો મેડિકલ સાધનો માટે થાય છે. આ વિમાનમાં 600 ટનથી વધુનો સમાન લાવી શકાય છે. આ વિમાન સિંગલ પાયલટ વડે પણ ચાલી શકે છે અને એક જ વખતમાં એટલાન્ટિક દરિયો પાર કરી શકે છે. આ વિમાન અમેરિકા સરકારના કાર્યોમાં લેવામાં આવે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ આ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.