અમદાવાદ :અરજદાર નઝીર દિવાન તરફે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી રિટમાં રજુઆત કરવામાં આવી છે કે, દાણીલીમડા વિસ્તાર પાસે આવેલું તેમનું બાંધકામ (ટેનામેન્ટ) અંશાતધારા વિસ્તારમાં ન આવતું હોવા છતાં રેવેન્યુ સેક્રેટરીએ 6 ડિસેમ્બર 2017ના રોજ તેમની અપિલ અરજીને ફગાવી દઈ વર્ષ 2011માં થયેલા વેંચાણ કરારને રદ જાહેર કર્યા છે. અરજદારનો આક્ષેપ છે કે ફરિયાદી દ્વારા વેંચાણ કરારના 4 વર્ષના લાંબાગાળા બાદ 2015માં ડેપ્યુટી કલેક્ટર (પૂર્વ) સમક્ષ લેખિત ફરિયાદ કરી હતી જેમાં નરોલ સબ-રજીસ્ટ્રાર સમક્ષ નોંધાયેલો વેંચાણ કરાર નિયમો પ્રમાણે ન હોવાની રજુઆત કરવામાં આવી હતી.
સિદ્ધિક શેખ તરફે વર્ષ 2015માં ડેપ્યુટી કલેક્ટર (પૂર્વ) સમક્ષ દાખલ કરાયેલી ફરિયાદમાં રજુઆત કરવામાં આવી હતી કે અરજદારના મકાનનું વેંચાણ કરાર નિયમો પ્રમાણે નથી ત્યાર બાદ ડેપ્યુટી કલેક્ટરે (પૂર્વ) અરજદારના વેંચાણ કરાર રદ જાહેર કર્યો હતો. અરજદાર તરફે સબ રજીસ્ટ્રાર નારોલ અને ફરિયાદી સિદ્ધિક શેખ સામે ક્રિમિનલ ફરિયાદ દાખલ કરતા ડેપ્યુટી રજીસ્ટ્રાર અને સુપ્રિટેન્ડેન્ટે અરજદારને પત્ર થકી જણાવ્યું હતું કે તેમના વેંચાણ કરાર નિયમો પ્રમાણે છે અને તેમની મિલ્કત અશાંતધારાના હદ વિસ્તારમાં આવતી નથી, જેથી વેંચાણ કરાર પહેલાં કલેક્ટર પાસેથી કોઈ પરવાનગી લેવાની જરૂર નથી.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે, અરજદાર નઝીર દિવાને વર્ષ 2011માં દાણીલીમડા વિસ્તારમાં પાસે આવેલી દુકાન બદરૂદીન મુન્શી અને રશિદુદીન મુન્શી પાસેથી વેંચાણ કરાર થકી ખરીદી હતી. જ્યારબાદ સિદ્ધિક શેખ તરફે 2015માં તરફે વેંચાણ કરાર નિયમો પ્રમાણે ન થયા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ કરતા ડેપ્યુટી કલેક્ટરે (પૂર્વ) વેચાણ કરારને રદ જાહેર કર્યા હતા. ત્યારબાદ અરજદાર તરફે રેવેન્યુ સેક્રેટરી સમક્ષ દાખલ કરાયેલી અપિલ અરજી પણ ફગાવી દેવાતા આદેશને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.