અમદાવાદ : શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે જૂથો વચ્ચે પથ્થરમારો ચાલી રહેલા હતો. પથ્થરમારો અટકાવવા જતાં પોલીસ પર જ પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં બે પોલીસ કર્મચારીઓને ઈજાઓ પહોંચી છે. તો બીજી તરફ શહેર કોટડા પોલીસે 32 આરોપીઓના નામ જોગ મળી 150 લોકોના ટોળા વિરોધ ગુનો નોંધ્યો છે. તેમજ હાલ 28 આરોપીઓની ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો : શહેરકોટડાના મેમકો વિસ્તારમાં આવેલી શક્તિ નગરની ચાલીમાં 25 જાન્યુઆરીએ મોડી રાત્રે પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં પથ્થરમારા દરમિયાન બે પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી છે. શક્તિ નગરની ચાલી પાસે બે જૂથો એકબીજા પર પથ્થરમારો કરતા હતા, જે અંગેની માહિતી મળતા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ટોળાઓને વિખરાઈ જવા માટે કાર્યવાહી કરતા હતા. જે દરમિયાન ટોળાએ પોલીસ પર હુમલો કર્યો હતો. જે હુમલામાં બે પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચી છે. જેથી સરકાર તરફથી ગુનો નોંધી પોલીસે 28 આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Ahmedabad Crime: વટવામાં નશામાં ધૂત મહિલાએ પથ્થરમારો કર્યો
તાપણું કરવા બાબતે બે ટોળા સામસામે : 28 આરોપીઓની પૂછપરછ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે ઈંડાની લારીની બાજુમાં તાપણું કરવા બાબતે ચાલીના બે ટોળાઓ સામ સામે આવી ગયા હતા. જેમને રોકવા જતા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે પોલીસે નોંધેલી ફરિયાદમાં બંને ટોળાના લોકોનો સમાવેશ થાય છે. જેથી સાવચેતીના ભાગરૂપે તમે આરોપીઓને ગાયકવાડ હવેલી, કાલુપુર અને શહેર કોટડા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યા છે.
આ પણ વાંચો : લોકોએ પોલીસ પર પથ્થરમારો કરીને જવાનને મોતને ઘાટ ઊતાર્યો, CCTV સામે આવ્યો
ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી : પોલીસ પર હુમલો કરનાર 150થી વધુ આરોપીઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી 28 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપી લેવા ઝડપાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે અમદાવાદ શહેર પોલીસના ડી ડિવિઝન ACP હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુનો દાખલ કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વિસ્તારમાં કાયદાની સ્થિતિ જળવાય તે માટે પોલીસે ગુનામાં સામેલ તમામ આરોપીઓને પકડવાની કામગીરી તેજ કરી છે.