અમદાવાદઃ કાલુપુર રેલ્વ સ્ટેશન અને એસ. ટી સ્ટેન્ડમાં બહારગામ જવા ફસાયેલા મુસાફરોને 5 કૂવા વિસ્તારના સામાજિક આગેવાનો, વેપારીઓએ હનીફ ભાઈ, હૈદર ભાઈ મિર્ઝા અને બીજા કાલુપુરના લોકોએ માનવતા અને કોમી એક્તાના દાખવી લોકોને પાણી અને જમવાની વ્યવસ્થા કરી અને મુસાફરોને પોતાના વતનમાં મોકલવાની વ્યવસ્થા કરી.
રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અને ગાંધીનગર સાથે હવે સમગ્ર કચ્છ જિલ્લામાં પણ 25 માર્ચ 2020 સુધી દૂધ, દવાઓ શાકભાજી અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓના વેચાણ સિવાયની તમામ દુકાનો મોલ્સ બંધ રાખવાનો મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ નિર્ણય કર્યો છે.