ETV Bharat / state

Transgenders Toilets : ટ્રાન્સજેન્ડર માટે અલગ પબ્લિક શૌચાલયની માંગ, ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી - ટ્રાન્સજેન્ડર

ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ શૌચાલયની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. સમાજમાં રહેતા દરેક લોકો માટે અલગઅલગ શૌચાલયોની વ્યવસ્થા છે તો પછી ટ્રાન્સજેન્ડર માટે પણ અલગ શૌચાલય હોવા જોઈએ તેવી માંગ સાથેની આ ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી છે.

Transgenders Toilets : ટ્રાન્સજેન્ડર માટે અલગ પબ્લિક શૌચાલયની માંગ, ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

author img

By

Published : May 12, 2023, 9:21 PM IST

પીઆઈએલ દાખલ

અમદાવાદ : સમાજના 'થર્ડ પાર્ટી' તરીકે ઓળખાતા ટ્રાન્સજેન્ડરના અલગથી ટોયલેટ હોવા જોઈએ તેવી માંગ સાથે એક જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે. આ જાહેર હિતની અરજીના પગલે હાઇકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. આ મામલે વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ દાખલ : ટ્રાન્સજેન્ડર જે આપણે ત્યાં કિન્નર સમાજ તરીકે ઓળખવામાં આવે છે તેમના માટે અલગ શૌચાલય સુવિધાની માગણી કરવામાં આવી છે. આ પ્રકારનો એક કેસ દિલ્હીની હાઇકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ત્યાં ટ્રાન્સજેન્ડરો માટે અલગથી શૌચાલય બનાવવાની શરુઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં લાગેલી પીઆઈએલના પગલે આ દિશામાં હકારાત્મક પરિણામની આશા ટ્રાન્સજેન્ડરોમાં જાગી છે.

ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે અલગથી જાહેર શૌચાલય હોવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત સ્ટેટમાં હાલ એક પણ અલગથી ટ્રાન્સજેન્ડર માટે શૌચાલય નથી.જેમ સ્ત્રીઓ અને પુરુષો માટેના જે અલગ અલગ શૌચાલય હોય છે તેવી જ રીતે એક સ્પેસિફિક રીતે પણ ટ્રાન્સજેન્ડર માટે અલગથી પબ્લિક ટોયલેટની માંગ મૂકવામાં આવી છે...વિલવ ભાટીયા (વકીલ)

સ્વચ્છ ભારત મિશનમાં સમાવિષ્ટ : આ સાથે જ ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પણ ટ્રાન્સજેન્ડર માટે અલગથી જાહેર શૌચાલય હોવી જોઈએ એવા જાહેરાત કરવામાં આવી હતી જેનો મુદ્દો પણ અરજીમાં દર્શાવાયો છે. ભારતમાં કુલ 4.88 લાખ ટ્રાન્સજેન્ડર છે જેમાંથી ગુજરાતમાં કુલ 62.82 ટકા જેટલી વસ્તી ટ્રાન્સજેન્ડરની છે.

કોણે કરી જાહેર હિતની અરજી : ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સજેન્ડરો માટે અલગ શૌચાલયની માગણી ધરાવતી પીઆઈએલ અરજદાર ડોક્ટર સ્નેહા ત્રિવેદી તરફથી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સુપ્રીમ કોર્ટે આવા જ એક કેસમાં નાલસા વિરુદ્ધ કેન્દ્ર સરકારના એક કેસના ચુકાદામાં પણ સ્પષ્ટપણે નોંધ્યું છે કે, રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર માટે પણ હોસ્પિટલની, સ્વાસ્થ્ય સેવાઓની અને જાહેર શૌચાલયની સુવિધાઓ પણ આપવી જોઈએ. ગુજરાતમાં ટ્રાન્સજેન્ડર માટે એક પણ જાહેર શૌચાલય બાંધવામાં આવ્યા નથી.

  1. National Powerlifting Championship : પ્રથમવાર ટ્રાન્સજેન્ડર કેટેગરી સુરતની જરીવાલા કેટેગરીમાં ઉભી કરશે ઓળખ
  2. Telangana transgender gets loan : તેલંગાણામાં પ્રથમ વખત ટ્રાન્સજેન્ડરને લોનની મંજૂરી
  3. કિન્નરે જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી

ભંડોળની ફાળવણી : ઉલ્લેખનીય છે કે ટ્રાન્સજેન્ડર કોમ્યૂનિટી માટેના શૌચાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી નાણાકીય ભંડોળની ફાળવણી પણ થતી હોય છે. સ્ત્રી અને પુરુષની જેમ "થર્ડ જેન્ડર" તરીકે વ્યક્તિના પણ જે મૂળભૂત અધિકારો છે તેનો સહેજે ભંગ ન થવો જોઈએ તેથી જાહેર શૌચાલય જેવી સુવિધા તેમને પણ મળવી જોઈએ આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ અરજી દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 16 જૂનના રોજ હાથ ધરવામાં આવશે ત્યારે હાઇકોર્ટ આ બાબતે જરૂરી નિર્દેશો આપી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.